કોંગ્રેસે છોટુ વસાવા સાથે હાથ મિલાવતા ભાજપની ચિંતામાં વધારો, અમિત શાહની ગુપ્ત બેઠક

Webdunia
શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (12:45 IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે ભરૂચની મુલાકાત લઇ ચાર ઝોનના આગેવાનો સાથે ગુપ્ત બેઠક કરતાં રાજકીય ઉત્તેજના જોવા મળી રહી છે. ચાર દિવસમાં ભરૂચની આ તેમની બીજી મુલાકાત હતી. આગામી સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમોદ અને નેત્રંગ ખાતે જાહેરસભા કરવાના છે તે પહેલા અમિત શાહની મુલાકાત સુચક બની છે. આ વખતે કોંગ્રેસે તેની રણનિતી બદલીને છોટુભાઇ વસાવા સાથે હાથ મિલાવી લીધાં છે. રાજયસભાની ચૂંટણી બાદ અમિત શાહ કોઇ પણ સંજોગોમાં છોટુ વસાવાને હરાવવા માંગે છે.

વાગરા, ઝઘડીયા અને જંબુસરમાં ભાજપના સ્થાનિક ઉમેદવાર સામે કચવાટ જોવા મળી રહ્યો છે. ડેમેજ કંટ્રોલ માટે ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન 3 તારીખે આમોદ અને 6 તારીખે નેત્રંગમાં જાહેરસભાને સંબોધિત કરશે. રવિવારે અમિત શાહે શુકલતીર્થ ખાતે જાહેરસભા સંબોધિત કરી હતી. માત્ર 4 દિવસ બાદ તેઓ ગુરૂવારે ફરી ભરૂચ આવ્યાં હતાં. તેમણે રાજપુત છાત્રાલય ખાતે ભરૂચ, નર્મદા, તાપી અને સુરત જિલ્લાના આગેવાનો સાથે ગુપ્ત બેઠક કરી હતી. બેઠકમાં ડેમેજ કંટ્રોલ તથા PMની જાહેરસભા અંગે ચર્ચા કરાઇ હોવાની શકયતાઓ છે.

સંબંધિત સમાચાર

Next Article