ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદાને ગુડી પડવા કે વર્ષ પ્રતિપદા કે ઉગાદિ કહેવામાં આવે ક હ્હે. આ દિવસે હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. ભગવાન બ્રહ્માએ સુષ્ટિની રચના આ દિવસે કરી હતી. તેથી વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત આ જ દિવસે થાય છે. આ દિવસે દુનિયામાં સૌથી પહેલા સૂર્યોદય થયો હતો. ભગવાને આ દિવસે પ્રતિપદા તિથિને સર્વોત્તમ તિથિ કહી હતી. તેથી તેને સુષ્ટિનો પ્રથમ દિવસ પણ કહે છે. સુષ્ટિના પ્રથમ દિવસને ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે.
ગુડીનો મતલબ વિજય પતાકા હોય છે. માન્યતા છે કે આ દિવસે શાલિવાહન નામના કુંભારના પુત્રએ માટીના સૈનિકોનુ નિર્માણ કરી એક સેના બનાવી દીધી હતી અને તેના પર પાણી છાંટીને પ્રાણ ફૂંકી દીધા હતા. ત્યારબાદ આ માટીની સેનાએ શક્તિશાળી દુશ્મનોને પછાડી દીધા હતા અને વિજય મેળવ્યો હતો. આ વિજયના પ્રતિકના રૂપમાં શાલિવાહન શકની શરૂઆત માનવામાં આવી છે. આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ઉગાદિ અને મહારાષ્ટ્રમાં આ પર્વ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે. આવો જાણીએ અહી ગુડી પડવા સાથે જુડી પાંચ મુખ્ય રસ્મો અને તેનુ મહત્વ.
પવિત્ર સ્નાન - ગુડી પડવા કે નવ સંવત્સરના દિવસે અભ્યંગસ્નાન કરવામાં અવે છે. અમ્યંગસ્નાન મતલબ માંગલિક સ્નાન જેમા શરીરને તેલ મિશ્રિત ઉબટન લગાવીને કુણા પાણીથી ન્હાવામાં આવે છે. સ્નાન પછી શુદ્ધ અને પવિત્ર થઈને નવા વસ્ત્ર પહેરવામાં આવે છે. મહારાષ્ટ્રીયન સ્ત્રીઓ પોતાની પારંપારિક પોશાક નવ ગઝની સાડી પહેરે છે અને પુરૂષ આ દિવસે કુર્તા પાયજામા અને લાલ કે કેસરી પગડી પહેરે છે.
પારંપારિક રંગોળી - ઘરની સ્ત્રીઓ પવિત્ર સ્નાન લીધા પછી પહેલા પોતાના ઘરના આંગણમાં રંગોળી બનવે છે. તે ચોખાના પાવડર, સિંદૂર અને હળદરથી રંગબેરંગી રંગોળી બનાવે છે. આજકાલ લોકો ફૂલ અને મીણબત્તીથી પણ આકર્ષક રંગોળી બનાવે છે. રંગોળી બનાવવાનો હેતુ નકારાત્મક ઉર્જાઓને કાઢવો અને સારુ નસીબ લાવવાનો છે.
ફૂલોની સજાવટ - દિવાળી કે દશેરાની જેમ કોઈપણ તહેવાર ફૂલ અને રંગોળી વગર અધૂરો છે. ગુડી પડવા પર પણ રંગબેરંગી ફૂલો બ્રહ્માજીને ચઢાવવામાં આવે છે. સાથે જ ઘરના પ્રવેશ દ્વારનેને પણ વિવિધ ફૂલોથી સજાવવામાં આવે છે. ફૂલ પવિત્રતાને દર્શાવે છે અને તેની ખુશ્બૂ સકારાત્મક ઉર્જા ફેલાવે છે.
ગુડી - ગુડી પડવા પર ઘરની બહાર એક દંડામાં પીત્તળના વાસણને ઉલટુ મુકવામાં આવે છે. જેના પર સવારની પ્રથમ કિરણ પડે છે. તેને ઘાટ્ટા રંગ(વિશેષ કરીને લાલ પીલો કે કેસરીયો)ની રેશમી સાડી અને ફૂલોની માળાથી સજાવવામાં આવે ક હ્હે. તેમા કેરીના પાન અને નારિયળથી વ્હરની બહાર ઉત્તોલકના રૂપે ટાંગવામાં આવે છે. દરવાજા પર ખેંચાઈને ઉભી કરવામાં આવેલ ગુડી મતલબ વિજય પતાકા સ્વાભિમાનથી જીવવા અને જમીન પર લાકડીની જેમ પડતા જ સાષ્ટાંગ દંડવત કરી જીંદગીના ઉતાર-ચઢાવમાં તૂટ્યા વગર ઉઠવાનો સંદેશ આપે છે. ગુડીને એ રીતે સ્થાપિત કરવામાં આવે છે કે એ દૂરથી પણ દેખાય જાય. આ સમૃદ્ધિનુ પ્રતિક છે.
કેટલાક લોકો છત્રપતિ શિવાજી મહારાજની જીતના ઉપલક્ષ્યમાં એક કેસરી ઝંડો પણ લહેરાવવામાં આવે છે. સાંજે એક સરઘસ કાઢવામાં આવ છે જેમા લોકો એકત્ર થાય છે અને ગ્રુપમાં નાચે છે અને લોકોનું મનોરંજન કરે છે.
પ્રસાદી - એકબાજુ મોટાભાગના ભારતીય તહેવારોમાં પ્રસાદના રૂપમાં કંઈક ગળ્યુ હોય છે તો બીજી બાજુ ગુડી પડવો એ તહેવારોમાંથી એક છે જેમા લોકો લીમડા અને ગોળથી અનોખી પ્રિપરેશન બનાવે છે. તેનો કડવો મીઠો સ્વાદ જીવનની જેમ છે જેમા સુખ અને દુ:ખ બંને છે.