22 ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ, સૌથી લાંબી રાત

Webdunia
શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (09:30 IST)
મહાભારતમાં એક પ્રસંગ આવે છે કે જેમાં ભીષ્મ પિતામહ પોતાના દેહત્યાગ માટે ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા દર્શાવાયા છે. આ જ ઉત્તરાયણ પર્વ હવે નજીકમાં છે. ગુજરાતમાં આ પર્વ ૧૪ જાન્યુઆરીએ ઉજવાય છે પણ હકીકતમાં આ એકદમ ખોટું છે. આ પર્વ ખરેખર તો રર ડિસેમ્બરે આવે છે. તમે કહેશો કે અમને તો ભણાવવામાં આવ્યું છે કે ર૧ ડિસેમ્બર, આ સાચું હતું પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પૃથ્વીની વિશુવાયન ગતિને કારણે આ પર્વ હવે રર ડિસેમ્બરે આવે છે. પણ આ છે શું અને તેનું આટલું બધું મહત્વ કેમ છે? ખગોળ વિજ્ઞાનની દષ્ટીરએ આ હકીકત સમજીએ.
 
કેમ થાય છે આવું...?
પૃ્થ્વી પોતાની કક્ષામાં ર૩.પ ડિગ્રી ઝૂકેલી છે. આ ઝૂકાવ જ્યારે સૂર્યથી સંપૂર્ણ દૂર હોય ત્યારે થાય છે. અને આ દિવસને ઉત્તરાયણ અથવા તો ખગોળની ભાષામાં કહીએ તો વિન્ટર સોલ્સ્તૈસ.
 
આમ ભાષામાં જોઇએ તો સૂર્ય પૃથ્વીના આ ઉપરોક્ત ઝુકાવને કારણે ઉત્તર અને પશ્ચિમમાં લગભગ દર છ મહિને એકવાર ર૩.પ ઉત્તર અને ર૩.પ દક્ષિણ તરફ પહોંચે છે. જેને આપણે કર્ક અને મકરવૃત્ત નામથી જાણીએ છીએ. જ્યારે તે ર૩.પ અક્ષાંશ સુધી દક્ષિણના પોતાના મહત્તમ સ્થાન પર પહોંચે છે ત્યારે થાય છે વિન્ટર સોલ્સ્તૈસ. એ દિવસે ઉત્તર ગોળાર્ધમાં વર્ષની સૌથી લાંબી રાત્રિ હોય છે અને દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ. આ બિંદુ પર પહોંચ્યા બાદ સૂર્ય ફરી ઉત્તર તરફ ચાલવાનું શરૂ કરે છે અને ત્યારે થાય છે ઉત્તરાયણ. અયનનો એક અર્થ પ્રયાણ છે, એટલે કે ઉત્તર તરફ સૂર્યનારાયણનું પ્રસ્થાન.
 
અદભૂત આશ્ચર્ય...
આગામી રર/૧ર/ર૦૧૧ની સવારે ૧૦.પ૯ના સમયે સૂર્ય આ બિંદુ પર પહોંચશે અને તે દિવસની રાત્રિ વડોદરાની ગણતરી મુજબ ૧૩ કલાક ૧૩ મિનિટની રહેશે. જ્યારે દિવસ ૧૦ કલાક ૪૭ મિનિટનો રહેશે. યાદ હોય તો ગત વર્ષે સંજોગથી રર/૧ર/ર૦૧૦ના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ પણ હતું. જો કે, તે ભારતમાં નહોતું જોવા મળ્યું પણ તે કંઇક અનોખું જ હતું. તેનું એક કારણ હતું ઉત્તરાયણના દિવસે થવું. છેલ્લાં ર૦૦૦ વર્ષમાં આવું માત્ર ર૧/૧ર/૧૬૩૮ના રોજ થયું હતું અને હવે પછી ર૧/૧ર/ર૦૧૪ના રોજ થશે.
 
ખૂબ જ અદભૂત વાતો...
(૧) હવેથી ૧૪/૧પ જાન્યુઆરી સુધી સૂર્યોદય મોડો થશે અને સૂર્યાસ્ત પણ મોડો જ થશે.
(ર) હવે આપણે ત્યાં દિવસ લાંબા અને રાત ટૂંકી થતી જશે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તેનાથી ઉલટું થશે.
(૩) રર/૧ર/ર૦૧૧ના રોજ વર્ષની સૌથી લાંબી રાત ઉત્તર ગોળાર્ધમાં થશે.
(૪) અમારા ઘરમાં જે પ્રકાશ દક્ષિણના દરવાજા અને બારીમાંથી આવતો હતો તે હવે ક્રમશઃ ઓછો થતો જશે.
(પ) આ દિવસના ૧પ દિવસ અગાઉ અને ૧પ દિવસ પછી સિવિલ ટ્વીલાઇટ ધ્રુવ પર નહીં દેખાય.
 
એ સમયનું પંચાંગ...
તે સમયે સૂર્ય ધન રાશિમાં હશે અને આપણાથી ૧૪.૭૦ કરોડ કિમી દૂર હશે. તેનાથી પૂર્વમાં શુક્ર ગ્રહ જ્યારે પશ્ચિમમાં ક્રમશઃ બુધ, શનિ અને મંગળ હશે. પણ તેમાંથી કોઇ સૂર્યના પ્રકાશને કારણે દેખાશે નહીં.

સંબંધિત સમાચાર

Next Article