ફેંગશુઈ પ્રમાણે કાચબાનું મહત્વ

Webdunia
W.DPTI

આજના યુગમાં માણસને કામ કરવા માટે ચોવીસ કલાક કલાક પણ ઓછા પડે છે અને બીજી બાજુ મોંઘવારી વધું ને વધું વધતી જ જાય છે. સામાન્ય માણસની તો કમર તોડી નાંખે તેટલી બધી મોંઘવારી વધી ગઈ છે. માણસ મહેનત તો ખુબ જ કરી છે તે છતાં પણ તે સંતુષ્ટ જોવા મળતો નથી. તેનું કારણ એ પણ છે કે તેને વાસ્તુદોષ વિશે પુરતી જાણકારી નથી અને તેના કારણે તે પોતાની મુશ્કેલીઓમાંથી નીકળી નથી શકતો.

જો તમારા ઘરમાં પણ કોઇ સમસ્યા હોય જેમકે સ્વાસ્થ્યને લઈને કે પછી ઘરમાં પુરતી શાંતિ ન હોવાથી તમે મુશ્કેલીમાં હોય તો આવો અમે તમને તેના વિશે થોડીક ફેંગશુઈને લગતી ટીપ્સ જણાવીએ છીએ જે તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. સાથે સાથે તમારા જીવનને તે ખુશનુમા અને સમૃધ્ધ બનાવશે.

* આજે દરેક માણસ સુખી રહેવા માંગે છે તેના માટે લાફીંગ બુધ્ધા ખુબ જ ઉપયોગી સિદ્ધ થઈ શકે છે પરંતુ ત્યારે કે જ્યારે તે તમને કોઇ દ્વારા ગીફ્ટમાં મળેલ હોય.

* ફેંગશુઈમાં વાસ્તુ દોષ નિવારણ માટે બીજો નંબર કાચબાનો આવે છે. આવામાં જો તમારા ઘરમાં કાચબાની ઉપસ્થિતિ હશે તો સમજો કે તમારી બિમારીઓ અને શત્રુઓથી મુક્તિ થઈ ગઈ.

* જો તમે તમારા કેરીયર અને વ્યવસાયમાં વધારો કરવા માંગતા હોય તો ધાતુનો કાચબો લઈને તેને પાણીથી ભહ્રેલા વાસણની અંદર મુકીને ઉત્તર દિશામાં મુકવાથી લાભ થાય છે.

* કાચબોએ લાંબા આયુષ્યનું પ્રતિક છે. જો તમારા ઘરમાં કાચબો મુક્યો હશે તો તમે લાંબી ઉંમર મેળવશો.

* જો તમારે કાચબાને તમારા બેડરૂમમાં મુકવો હોય તો તમે તેને પાણીમાં રાખ્યા વિના પણ મુકી શકો છો.