અન્યાય પર ન્યાયનો વિજય એટલે વિજયાદશમી

Webdunia
વિજયાદશમી એટલેકે દશેરાનો તહેવાર. વિજયાદશમી એટલે દેવીના વિજયનો તહેવાર. આ શ્રીરામની રાવણ પર અને માતા દુર્ગાની શુંભ-નિશુંભ પર વિજયના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે. પરંપરા મુજબ આને આપણે અધર્મ પર ધર્મનો વિજયના તહેવારના રૂપમાં ઉજવીએ છીએ. આ વખતે આ તહેવાર 6 ઓક્ટોબર, ગુરૂવારના રોજ છે.

વિજયાદશમી શક્તિની ઉપાસનાનો તહેવાર છે. શક્તિનો અર્થ છે - બળ, સામર્થ્ય અને પરાક્રમ. દરેક વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે. દુર્જન વ્યક્તિ જ્ઞાનનો ઉપયોગ વ્યર્થ વિવાદ અને ચર્ચામાં કરે છે. ધનનો ઉપયોગ અહંકારના દેખાવમાં, બળનો ઉપયોગ બીજાને નુકશાન પહોંચાડવામાં કરે છે. તેનાથી વિપરિત સદાચારી વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જ્ઞાન પ્રાપ્તિ, બીજાની સેવામાં અને પોતાના ધનનો ઉપયોગ સારા કામ કરવા માટે કરે છે. આ રીતે શક્તિ માણસમાં કર્મ, ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે છે. તેથી અ દિવસે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામની રાવણ પર વિજય, સત્યની અસત્ય પર ઘર્મની અધર્મ પર અને ન્યાયની અન્યાય પર જીત હતી

 
ભગવાન રામે જગતને સંદેશ આપ્યો કે દુષ્ટ અને અત્યાચારી કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય પરંતુ શક્તિનો દુરુપયોગ છેવટે તેના જ વિનાશને આમંત્રિત કરે છે. આ તહેવાર આપણા મનમાં વિજયનો ભાવ જગાવે છે અને આપણી જ્ઞાન અને વિવેક રૂપી શક્તિઓનુ જાગરણ કરી આપણા અજ્ઞાન રૂપી અંધરાર અને સ્વભાવિક વિકારો - કામ, ક્રોધ, મદ, લોભ,મોહ, અને માત્સર્ય પર વિજય પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે.

સંબંધિત સમાચાર

Next Article