મિત્રો આપ સૌ દિવાળીની તૈયારીઓમાં લાગી ગયા હશો. દિવાળીમાં કેટલીક વાનગીઓ એવી હોય છે જે નાનાથી માંડીને મોટાઓને પણ ભાવતી હોય છે અને એ છે ચકરી. તો ચાલો આજે જાણી લો કેવી રીતે ઘરમાં જ મસ્ત બજાર જેવી ક્રિસ્પી ચકરી બનાવી શકો છો.
સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી દહીં અથવા ફ્રેશ ક્રીમ અથવા મલાઈ, 3 ચમચી ગરમ તેલ/ઘી/બટર, 3/4 કપ હુફાળુ પાણી
બનાવવાની રીત - સૌ પહેલા સૈ પ્રથમ 1 કપ ચોખાનો લોટ લો તેમાં 1/2કપ ચણાનો લોટ ઉમેરો. હવે અજમાને હાથમાંમસળીને લોટમાં નાખો. ત્યારબાદ તલ, હળદર, લાલ મરચું, હીંગ, મીઠું તથા દહીં અથવા ફ્રેશ ક્રીમ અથવા મલાઈ ગમે તે લઈ શકો બધુ બરાબર મીક્સ કરી લો, તેમાં બે ચમચી ગરમ તેલ નાખીને લોટને મસળીને મિક્સ કરી લો. તમે તેમા બટર પણ નાખી શકો છો. હવે હાથથી મસળીને જુઓ કે મુઠ્ઠી વળે એવો લોટ થઈ જવો જોઈએ. મુઠ્ઠી ન વડે તો મોણ ઓછુ છે એમ કહેવાય વળે તો મોણ બરાબર કહેવાય. હવે કુણા પાણી વડે લોટ બાંધી લો. લોટ મીડિયમ રહેવો જોઈએ. હવે 10 મિનિટ માટે મુકી રાખો. 10 મિનિત પછી ચકરી પાડવાના સંચાની મદદથી એક પ્લાસ્ટિક પર ચકરી પાડી લો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ એ રીતે ગરમ કરો કે ચકરી થોડીવાર પછી ઉપર આવે. જો વધારે ગરમ કરશો તો તે ઉપરથી કડક અને અંદરથી કાચી લાગશે. ચકરી તળવામાં આ ખાસ ધ્યાન રાખવું. બસ તૈયાર છે તમારી બજાર જેવી સોફ્ટ અને કુરકુરી ચકરી.