One Side Love: યુવતીએ લગ્નની ના પાડી તો યુવકે પેટ્રોલ છાંટી પોતાની જાતે આગને હવાલે કરી

Webdunia
સોમવાર, 20 ડિસેમ્બર 2021 (08:17 IST)
પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં લોકો એટલા ડૂબી જાય છે કે તેમને બીજું કંઇ સૂઝતું પણ નથી. પોતાની મનગમતી વ્યક્તિને પામવા માટે કંઇપણ કરી છૂટે છે. આપણે ઘણીવાર એસિડ એટેક અને અપહરણના કિસ્સા વિશે સાંભળીએ છીએ. પરંતુ અમદાવાદમાં એક પાગલપ્રેમીએ એકતરફી પ્રેમમાં પોતાની જાતને આગને હવાલે કરી દીધી છે. 
 
અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા રણજીત સોની નામના યુવકે સીટીએમ ડબલડેકર બ્રિજ પર જાહેરમાં પેટ્રોલ છાંટી પોતાને સળગાવી દઇ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર રણજીત સોની નામના એક યુવકને એક યુવતી સાથે એક તરફી પ્રેમ થઇ ગયો હતો અને આ યુવતી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુકતાં યુવતીએ લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. જેથી આ યુવક પેટ્રોલ લઇને સીટીએમ બ્રિજ ઉપર પહોંચી ગયો હતો, જ્યાં પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી અને દિવાસળી ચાંપી દઈ પોતાની જાત ને આગ ને હવાલે કરી દીધી હતી જોકે, ગંભીર રીતે દાઝેલા આ યુવકને લોકોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
 
રામોલ પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ બાપુનગર વિસ્તારમાં આવેલી યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 30 વર્ષીય રણજીત સોની ને એક યુવતી સાથે એકતરફી પ્રેમસંબંધ હતો અને યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી જેથી તેઓને લાગી આવતા તેઓએ પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ આ મામલે રામોલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

સંબંધિત સમાચાર

Next Article