નિર્ભયાને 7 વર્ષ બાદ ન્યાય, 7 વર્ષ 3 મહિના પછી ચારેય દોષીઓને ફાંસી આપી દેવાઇ

શુક્રવાર, 20 માર્ચ 2020 (05:41 IST)
નિર્ભયા ગેંગરેપ કેસમાં ગુનેગારોની ફાંસી મુલતવી રાખવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. દિલ્હી હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટે નિર્ભયા ગેંગરેપના દોષીઓને ફાંસી વિરુદ્ધ ગુરુવાર અને શુક્રવારે મધ્યરાત્રિના મામલે પણ કરેલી અરજી ફગાવી દીધી હતી. જે બાદ હવે નિર્ભયાના ચારેય દોષીઓને સવારે સાડા પાંચ વાગ્યે ફાંસી આપવામાં આવી હતી.  7 વર્ષ બાદ નિર્ભયાને ન્યાય મળ્યો. દેશમાં પહેલી વખત એવું બન્યું હશે કે ચાર લોકોને ફાંસી આપવામાં આવી હોય. નિર્ભયાના દોષિતો મુકેશ, અક્ષય, વિનય અને પવનને ફાંસી આપવામાં આવી. આખી રાત સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલ્યા બાદ આખરે દોષિતોને ફાંસી આપી દેવામાં આવી.
 
નિર્ભયા ગેંગરેપના દોષી પવન ગુપ્તા દ્વારા કરવામાં આવેલી ફાંસી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે કરેલી અરજી ફગાવી દેતાં નિર્ભયાની માતા આશા દેવીએ ખુશી વ્યક્ત કરી હતી. નિર્ભયાની માતાએ કહ્યું કે તે આજે ખુશીનો અનુભવ કરી રહી છે કારણ કે આખરે તેની પુત્રીને ન્યાય મળ્યો છે. આ ગુનાથી આખા દેશને શરમ આવી હતી અને આજે દેશને ન્યાય મળ્યો છે. તેમણે કહ્યું કે આજનો સૂર્ય આપણી છોકરીઓનું નામ હશે. આશા દેવીએ કહ્યું કે, આ સમય માટે તેમને છેલ્લા સાત વર્ષોમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર