નિર્ભયાના દોષીઓના બધા કાયદાકીય વિકલ્પ હવે ખતમ થઈ ચુક્યા છે. રાષ્ટ્રાપિત રામનાથ કોવિંદે બુધવારે ચોથા દોષી પવન ગુપ્તાની દયા અરજી પણ રદ્દ કરી દીધી. બાકીના ત્રણ આરોપીઓની દયા અરજી પહેલા જ રદ્દ કરવામાં આવી ચુકી હતી. ત્યારબાદ તિહાડ જેલ પ્રશાસને ફાંસીની નવી તારીખ માટે પટિયાલા હાઉસ કોર્ટ પહોંચ્યુ. નવા ડેથ વોરંટ પર કોર્ટ ગુરૂવારે બપોરે બે વાગ્યે સુનાવણી કરશે. તિહાડ જેલ પ્રબંધકે કોર્ટને જણાવ્યુ કે નિર્ભયાના બધા દોષીઓના કાયદાકીય વિકલ્પ સમાપ્ત થઈ ચુક્યા છે.