ફાંસી સાથે જોડાયેલ કેટલીક એવી વાતો છે જે તમે જરૂર જાણવા માંગશો. યાકૂબને આપવામાં આવેલ ફાંસીના સમયે જેલમાં જે લોકો હાજર હતા તેમાં એડિશનલ ડીજી જેલ મીરા બોરવરકર. જેલ અધિક્ષક યોગેશ દેસાઈ, જેલ ડોક્ટર મેજીસ્ટ્રેટ અને બે હૈગમેનનો સમાવેશ હતો. પણ ફાંસી સાથે જોડાયેલ એવા તથ્ય જે અમે તમને બતાવી રહ્યા છે એ કદાચ તમે નહી જાણતા હોય. તો આવો જાણો અને તમારુ જ્ઞાન વધારો.
આવો જાણીએ ફાંસી સમય શુ શુ થાય છે ?
સવારના જ સમયે ફાંસી કેમ - ફાંસીનો સમય સવાર સવારે એ માટે આપવામાં આવે છે જેથી જેલ મૈન્યુઅલના હેઠળ જેલના બધા કાર્ય સૂર્યોદય પછી જ કરવામાં આવે છે. ફાંસીને કારણે જેલના બાકી કાર્ય પ્રભાવિત ન થાય એ માટે આવુ કરવામાં આવે છે.
અંતિમ ઈચ્છામાં શુ થાય છે - જેલ પ્રશાસન ફાંસી પહેલા અંતિમ ઈચ્છા પુછે છે જે જેલની અંદર અને જેલ મૈન્યુઅલના હેઠળ હોય છે. તેમા તેઓ પોતાના પરિજનને મળવુ, કોઈ ખાસ ડિશ ખાવા માટે કે પછી કોઈ ધર્મ ગ્રંથ વાંચવાની ઈચ્છા કરે છે. જો આ ઈચ્છાઓ જેલ પ્રશાસનના મૈન્યુઅલમાં છે તો તે પુરી કરે છે.