Chaitra Navratri 2023: ચૈત્ર નવરાત્રિમાં આ 5 રાશિઓને થવાનો છે મહાલાભ, મા દુર્ગાની કૃપાથી પાર પડશે દરેક કામ

Webdunia
શનિવાર, 18 માર્ચ 2023 (10:11 IST)
Chaitra Navratri 2023 Horoscope In Gujarati : ચૈત્ર નવરાત્રીની શરૂઆત 22 માર્ચ 2023થી  શરૂ થશે. આ નવરાત્રિમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની ખૂબ જ વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. સાથે જ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નવરાત્રિ શરૂ થતાંની સાથે જ કેટલીક રાશિઓનું ભાગ્ય ખુલી જશે. આ રાશિઓ પર મા દુર્ગાની વિશેષ કૃપા રહેશે. માતા રાનીના આશીર્વાદથી આ રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે. આ રાશિના લોકો માટે નવરાત્રીના 9 દિવસ વરદાન સમાન સાબિત થશે. આવી સ્થિતિમાં, તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
 
1. મેષ - મા દુર્ગાની કૃપાથી મેષ રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં લાભ મળવાનો છે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. પૈસા લાભની નિશાની છે. કાર્યસ્થળ પર પણ તમારા કામની પ્રશંસા થશે. આ દરમિયાન તમને ઘણું સન્માન મળશે.
 
2. મિથુન - નવરાત્રિના અવસર પર માતા રાણી મિથુન રાશિના લોકો પર પોતાના આશીર્વાદ વરસાવશે. આ દરમિયાન મિથુન રાશિના લોકો ભાગ્યશાળી રહેશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. આર્થિક બાજુ મજબૂત રહેશે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે. મિથુન રાશિવાળા લોકો ધાર્મિક કાર્યોમાં ભાગ લેશે 
 
3. કન્યા - આ ચૈત્રી નવરાત્રિમાં કન્યા રાશિના લોકો પર મા દુર્ગાની વિશેષ કૃપા વરસશે. આ રાશિના જાતકોને આર્થિક સફળતા મળશે. નોકરી અને વ્યવસાયમાં લાભ થશે. વિવાહિત જીવન સુખમય રહેશે. મિત્રોનો સહયોગ મળશે. પરિવારનો પણ પૂરો સહયોગ મળશે.
 
4. વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના લોકોના ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ મળી શકે છે. માતા રાનીની કૃપાથી ધનલાભ પણ થઈ શકે છે. આવકમાં પણ વધારો થવાની સંભાવના છે. લેવડ-દેવડ માટે સમય શુભ છે. રોકાણ ફાયદાકારક રહેશે.

સંબંધિત સમાચાર

Next Article