5 એપ્રિલ અમાવસ્યાને પિતૃ તર્પણની સાથે સંવસ્તર સમાપ્ત થશે. 6 એપ્રિલથી ચૈત્ર નવરાત્ર શરૂ થશે. દુર્ગાષ્ટમીથી આવતા દિવસે ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાશે.
શ્રી મહાલક્ષ્મીની પુજા - ચૈત્ર સુદ એકમથી નોમની નવરાત્રિમાં મહાકાલી દેવીની ઉપાસના શત્રુ નાશ તથા શક્તિ પ્રાપ્તિ માટે થાય છે. અષાઢ સુદ એકમથી નોમની નવરાત્રિમાં શ્રી મહાલક્ષ્મીની ઉપાસના સર્વ પ્રકારનાં સુખ શાંતિ, ધન પ્રાપ્તિ માટે થાય છે. આસો સુદ એકમથી નોમની નવરાત્રિમાં શ્રી નવદુર્ગા થાય છે.
મંત્ર
ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રી હ્રીં શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ
શ્રી મહાલક્ષ્મીની કૃપા માટે વાસ્તુ ટિપ્સ :
• ઘરની ઇશાન ખૂણામાં ભગવાનનું સ્થાન,
• પૂજા કરનારનું મોઢું ઉત્તર કે પૂર્વ દિશા તરફ કરવું.
• ઊનનાં આસન પર બેસવું.
• પુરુષે પીળું પીતાંબર અને સ્ત્રીએ લાલ વસ્ત્ર પહેરવાં.
• ઘરનાં પ્રવેશ દ્વાર પર સ્વસ્તિકનું પ્રતીક કે સ્ટિકર લગાવવું.
• દાડમનું વૃક્ષ ઉછેરવું નહીં. હોય તો કાઢી નાંખવું. કારણ કે દાડમ વૃક્ષ પ્રગતિ અવરોધક છે.
• કાંટાળા, દૂધ ઝરે એવાં વૃક્ષો, છોડ વાવવા નહી.
• પપૈયાનું વૃક્ષ કદી કાપવું નહીં ત્યાં ગંદકી ન કરવી.
• આંગણામાં તુલસી ક્યારો રાખી પૂજા કરવી. • વર્ષમાં એક વાર સમુદ્ર સ્નાન કરવું કારણ કે લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઇ છે.
• ભલાં કામ કરો અને ભલા થાઓ એ જ તમને પરમ સત્ય તરફ લઇ જશે.