બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા પર એડલ્ટ વીડિયો બનાવવાનો આરોપ લાગ્યો હતો. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે તેની સામે પોર્નોગ્રાફી કેસમાં કેસ નોંધ્યો હતો. ત્યારપછી આ કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે અને આ કેસમાં અનેક લોકોના નામ સામે આવી રહ્યા છે. રાજ કુન્દ્રાનું નામ
પોર્નોગ્રાફીમાં સામે આવ્યા બાદ શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પોર્નોગ્રાફી કેસ બાદ રાજ કુન્દ્રાએ મીડિયા અને સોશિયલ મીડિયા બંનેથી પોતાને દૂર કરી લીધા હતા. જોકે, લગભગ ત્રણ મહિના જેલમાં રહ્યા બાદ રાજ કુન્દ્રાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જે બાદ પહેલીવાર રાજ કુન્દ્રાએ પોર્નોગ્રાફી કેસમાં સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન જાહેર કરતા સ્પષ્ટતા કરી હતી. હવે આ પછી શિલ્પાએ પણ તેના પતિ રાજ કુન્દ્રાના સમર્થનમાં ટ્વિટ કર્યું છે.
<
“The truth is incontrovertible. Malice may attack it, ignorance may deride it, but in the end, there it is.”
- Winston Churchillhttps://t.co/UjQSRldtOn
તાજેતરમાં, રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં પોતાની સફાઈ આપતા કહ્યુ તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નિવેદન જારી કર્યું. આ નિવેદનમાં રાજ કુન્દ્રાએ લખ્યું, મારા મૌનને નબળાઈ માનવામાં આવી રહી છે. હું કહેવા માંગુ છું કે હું મારા જીવનમાં ક્યારેય બી 'પોર્નોગ્રાફી' ના નિર્માણ અથવા વિતરણ સાથે સંકળાયેલો નથી. આ સમગ્ર મામલો ફક્ત મને સતાવવા માટે જ હતો. મને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે. જ્યા સત્યની જીત થશે. આ સાથે જ મીડિયાને આમા દખલ ન દેવાની અને તેમની પ્રાઈવેસીનુ સન્માન કરવાની અપીલ પણ કરી હતી.