મારો પતિ ઈચ્છે તો કરી લે બીજા લગ્ન, પૈસા છે તો 4 લગ્ન પણ મંજુર - અભિનેત્રીના નિવેદન પર બબાલ

Webdunia
શુક્રવાર, 15 નવેમ્બર 2024 (17:02 IST)
hira sumroo
લગ્ન પર શુ બોલી ગઈ અભિનેત્રી - હીરા સુમરુ પાકિસ્તાની સિનેમાની એક જાણીતી અભિનેત્રી છે. હીરાએ અનેક સુપરહિટ શોઝ માં કામ કર્યુ છે. તેમને હંમેશા ફેંસનો પ્રેમ પણ મળે છે. 
 
પણ હવે હીરાએ લગ્નને લઈને એવુ કહી દીધુ કે તેમના પર પાકિસ્તાની ફેંસ ભડકી ઉઠ્યા છે. 
 
હીરાએ કહ્યુ કે જો કોઈ માણસ પાસે પૈસા છે તો તે પોતાની પત્નીને ઈમોશનલી અને ફાઈનેંશિયલી ખુશ રાખી શકે છે તો એ 4 લગ્ન પણ કરી શકે છે. 
 
એક પોડકાસ્ટમાં હીરા બોલી - જો તમારી પાસે પૈસો છે અને તમીજ છે તો તમે 4 લગ્ન પણ કરી શકો છો. 
તેમા શુ વાંધો છે. 
 
જેના પર અભિનેત્રીને પૂછવામાં આવ્યુ કે જો તમારો પતિ  બીજા લગ્ન કરશે તો શુ તમને તકલીફ નહી થાય ? જેના પર અભિનેત્રી બોલી મને કેમ તકલીફ થશે ? મારુ પેટ થોડી દુખશે.. આ વાત મને સમજાતી નથી. 
 
હીરાએ આગળ પોતાની વાત પર  જોર નાખતા કહ્યુ કે જો એક માણસ છે અને તમીજથી દરેક કામ કરી રહ્યો છે તેની અંદર તમીજ પણ છે તો કોઈ પ્રોબ્લેબ નથી. 
 
- કોઈપણ બાબતે તમારો ઈરાદો મહત્વનો છે. જો ઈરાદો સારો હોય તો તમે 4 લગ્ન કરી લો કોઈ પ્રોબ્લેબ નથી. 
 
- આમ તો લોકો કારણ બતાવે છે પણ જો તમે આ માટે કારણ પણ ન બતાવો તો ઠીક છે. તેની વાત સાંભળીને હોસ્ટ પણ નવાઈ પામ્યા 
 
- અભિનેત્રીએ આગળ કહ્યુ કે આપણા સમાજમાં ઘણા પુરૂષો એવા હોય છે જે પોતાની પત્નીને વફાદાર નથી હોતા. બહાર જઈને ખોટુ કામ કરવા કરતા સારુ છે કે લગ્ન કરી લો. 
 
- હીરા બોલી મે મારા પતિ સાથે એક લાઈન સેટ કરી છે. તેમણે જણાવ્યુ છે કે જે પણ મારા સ્ટ્રગ્લસ છે તેની તેમને ઈજ્જત કરવી પડશે. મારા બાળકો મારી મરજીથી ચાલશે. 
 
- તમારે બીજા લગ્ન કરવા હોય તો કરી લો પણ પછી એ તમારી અલગ જીંદગી રહેશે. 
 
- હીરા આગળ બોલી કે મને સમજાતુ નથી કે આજકાલની સ્ત્રીઓને પૈસો પણ કમાવવો છે અને બાળકો પણ ઉછેરવા છે. પહેલા પુરૂષ કમાતો હતો અને સ્ત્રીઓ ઘરમાં બેસતી હતી. પણ હવે મહિલાઓને ઈંડિપેંડેંટ બનવુ છે અને પતિઓની પાછળ પણ પડવુ છે. 
 
હીરા સુમરુ પોતાના આ નિવેદનને લઈને ખૂબ ટ્રોલ થઈ રહી છે... તમારુ શુ માનવુ છે ? 

સંબંધિત સમાચાર

Next Article