પ્રેગનેંસીના સમાચાર પર દીપિકા પાદુકોણે આપ્યો આ જવાબ

Webdunia
શનિવાર, 13 એપ્રિલ 2019 (17:45 IST)
દીપિકા પાદુકોણે ગયા વર્ષે રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી દીપિકાના પ્રેંગનેટ હોવાની અફવા ખૂબ ઉડી. હવે દીપિકાએ તાજેતરમાં જ એક ઈંટરવ્યુમાં પ્રેગનેંસીના પ્રેશર વિશે વાત કરી. દીપિકાએ પોતાની પ્રેગનેંસીના સમાચારને ખોટા બતાવતા કહ્યુ કે તે  એક દિવસ તો મા  બનશે.  તેમણે કહ્યુ કે કોઈપણ મહિલા કે કપલ પર પેરેંટ બનવાનુ દબાણ નાખવુ ઠીક નથી. 
દીપિકાએ આગળ કહ્યુ કે જે દિવસે મહિલાઓને મા બનવા પર પ્રશ્ન કરવા છોડી દેવામાં આવશે એ દિવસે આપણે વાસ્તવમાં કોઈ ફેરફાર લાવીશુ. 
 
ઉલ્લેખનીય છે કે દીપિકા અને રણવીર એક બીજાને ખૂબ પ્રેમ કરે છે અને સાથે જ એક બીજાને ખૂબ રિસ્પેક્ટ પણ કરે છે.  એટલુ જ નહી બંને સોશિયલ મીડિયા પર પણ એકબીજા પર પ્રેમ વરસાવતા રહે છે. 
દીપિકાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે હાલ પોતાની ફિલ્મ છપાકની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલનો રોલ ભજવતી દેખાશે. છપાક 10 જાન્યુઆરે 2020માં રજુ થશે. 
બીજી બાજુ રણવીરની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 83ની શૂટિંગમાં વ્યસ્ત છે. થોડા દિવસ પહેલા રજુ થયેલ તેમની ફિલ્મ ગલી બોયે બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. 

સંબંધિત સમાચાર

Next Article