વર્લ્ડકપમાં વિરાટ કોહલી સાથે સ્ટેડિયમમાં નહી જાય અનુષ્કા શર્મા, જાણો કારણ

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2019 (13:29 IST)
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી ન્યુઝીલેંડ પ્રવાસ પર પહૉચી. સ્ટેડિયમમાં મેચ એંજોય કરતી અનુષ્કા સતત સ્પૉટ થઈ. ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેંડ મેચ દરમિયાન આ બંનેની અનેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. હવે અનુષ્કા-વિરાટે આ વખતે જૂનમાં રમાનારા વિશ્વકપના માટે ખાસ પ્લાનિંગ કરી છે. જાણવા મળ્યુ છે કે અનુષ્કા વિરાટને ચીયર કરવા માટે ઈગ્લેંડ જરૂર જશે પણ પોતાના પતિ વિરાટ કોહલી સાથે ન તો તે સ્ટેડિયમમાં જશે અને ન તો તે વિરાટ સાથે ટ્રાવેલ કરશે.  જેની પાછળ વિરાટ-અનુષ્કાની ઘણી સમજી વિચારીને કરેલી પ્લાનિંગ છે.  જેને જાણ્યા પછી તમે પણ નવાઈ પામશો. 
પિંકવિલાની રિપોર્ટ મુજબ અનુષ્કા શર્મા વિરાટ કોહલી સાથે ઈગ્લેંડ જશે. જો કે વિરુષ્કા સાથે જોડાયેલ સૂત્રોએ જણાવ્યુ કે અનુષ્કા આ વખતે પોતાન પતિ સાથે સ્ટેડિયમની અંદર નહી જાય.  ઉલ્લેખનીય છે કે અનુષ્કા એકલી સ્ટેડિયમમાં પાછળથી જશે. અનુષ્કા ભારતની મેચના દિવસે ખુદની કાર દ્વારા જશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં આવવા-જવાનો ખર્ચ પણ તે પોતે જ ઉઠાવશે.  એટલુ જ નહી અનુષ્કા પોતાની પ્રાઈવેસીને કાયમ રાખવા માટે પબ્લિકલી ટ્રેવલ પણ ન કરવાનો નિર્ણય કર્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે અનુષ્કાએ આ નિર્ણય મીડિયાની નજરથી દૂર રહેવા માટે કર્યો છે. કારણ કે મોટાભાગે મેચ દરમિયાન અનુષ્કા-વિરાટને એક સાથે જોવામાં આવે છે.  જ્યારબાદ બંને ખૂબ લાઈમ-લાઈટમાં  રહે છે. જેને કારણે વિરાટને ક્યારેક ક્યારેક પરેશાની થાય છે. બસ આ જ કારણ છે કે અનુષ્કાએ આ નિર્ણય કર્યો છે કે તે ખુદના ખર્ચે મેચને ઈંજોય કરશે સાથે જ તે મીડિયાની નજરથી બચીને વિરાટને ચીયર પણ કરશે. 
 
રિપોર્ટ મુજબ એક સૂત્રના જણાવ્યા મુજબ અનુષ્ક શર્મા ઈચ્છે છેકે આ વખતે વિરાટની કપ્તાનીમાં ભારત વર્લ્ડકપ ઉઠાવે. આવુ પહેલીવાર છે જ્યારે ભારત વિરાટની કપ્તાનીમાં વર્લ્ડકપ રમશે. તેથી અનુષ્કા પોતાની તરફથી કોઈ કસર છોડવા નથી માંગતી. વિરાટ અને અનુષ્કાનો આ નિર્ણય ખરેખર પ્રશંસનીય છે અને આશા છે કે તેનાથી વિરાટને પોતાની ગેમ પર ફોકસ કરવામાં મદદ મળશે. 

સંબંધિત સમાચાર

Next Article