22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે.
Ayodhya Ram Mandir
Ram Mandir Pran Pratishtha: 22 જાન્યુઆરી સોમવારના દિવસે અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં થવા જઈ રહેલ રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની બધા દેશવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
રામના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ તિથિ કોઈ સામાન્ય તિથિ નથી, પરંતુ તેની પાછળ ખૂબ જ વિશેષ મહત્વ છુપાયેલું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી, સોમવાર નો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો.
આ કારણે પસંદ કરવામાં આવી આ તારીખ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ત્રેતાયુગમાં પ્રભુ શ્રી રામનો જન્મ અભિજીત મુહૂર્તમા થયો હતો. 22 જાન્યુઆરી, સોમવારના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં અભિજીત મુહૂર્તનો સંયોગ બની રહ્યો છે. આવામાં આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગીને 11 મિનિટથી શરૂ થશે જે 12 વાગીને 54 મિનિટ સુધી રહેવાનુ છે. આ જ કારણ છે કે આ તિથિને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠ માટે પસંદ કરવામાં આવ્યુ છે. સાથે જ એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે આ શુભ મુહૂઓર્તમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી પ્રભુ શ્રી રામ સદૈવ મૂર્તિની અંદર વિરાજમાન રહેશે.
સનાતન ધર્મમાં કોઈપણ શુભ કાર્ય પંચાગ મુજબ શુભ મુહૂર્ત જોઈને જ કરવામાં આવે છે. આવામાં રામલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી 2024 પોષ મહિનાના દ્વાદશી તિથિને પસંદ કરવામાં આવી છે. આ વિશેષ તિથિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ જેવા અનેક શુભ યોગ બની રહ્યા છે. આ દરમિયા પ્રાણ પ્રતિષ્ઠાનુ શુભ મુહૂર્ત 12 વાગીને 29 મિનિટથી 12 વાગીને 30 મિનિટ સુધી રહેવાનુ છે. આ દરમિયા ન મૃગશિરા નક્ષત્ર રહેશે.