Happy Birthday Atal Bihari Vajpayee - જાણો અટલ બિહારી વાજપેયી વિશે

મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (10:03 IST)
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે ને આજે તેઓ 93 વર્ષના થયા છે. આ પ્રસંગે, તેમને સમગ્ર દેશમાંથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અમિત શાહ, લોકસભાના સ્પીકર શ્રીમતી સુમિત્રા મહાજન અને બીજા ઘણા વરિષ્ઠોએ શ્રી વાજપેયીના ઘરે આ પ્રસંગે તેમણે શુભેચ્છા આપવા પહોચ્યા છે.: 
 
અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. જે ભારતના 11માં પ્રધાનમંત્રી બન્યા. પહેલા તેઓ  1996માં 13 દિવસો માટે પ્રધાનમંત્રી બન્યા અને પછી ત્યારબાદ 19 માર્ચ 1998થી લઈને 19 મે 2004 સુધી સત્તાની ડોર પ્રધાનમંત્રીના રૂપમા તેમના  હાથમાં રહી. 
 
અટલ બિહારી વાજપેયી 1942માં રાજનીતિમાં આવ્યા જ્યારે તેમની  તેમના ભાઈ પ્રેમની સાથે ભારત છોડો આંદોલન દરમિયાન 23 દિવસો માટે ધરપકડ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2005માં વાજપેયીજીએ રાજનીતિમાથી સંન્યાસ લઈ લીધો હતો. 
 
વાજપેયીજી 9 વાર લોકસભા માટે  બે વાર રાજ્ય સભા માટે પસંદગી પામ્યા. મોરારજી દેસાઈની કેબિનેટમાં તેમણે વિદેશ મંત્રીનુ પદ પણ સંભાળ્યુ. બીજેપીની રચના કરનારાઓમાં એક નામ અટલ બિહારી વાજપેયીનુ પણ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર