આજે રાત્રે લાગશે ચંદ્ર ગ્રહણ - રાશિ મુજબ જાણો શુ થશે તમારા પર અસર ?

Webdunia
શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (11:30 IST)
આજે રાત્રે લાગવાનુ છે ચંદ્ર ગ્રહણ. ગ્રહણની ઉપચ્છાયા ( વિરલ છાયાવાળો )થી પ્રથમ સ્પર્શ શુક્રવારે તારીખ 16.09.16ના રોજ રાત્રે 10 વાગીને 27 મિનિટ અને 22 સેકંડ પર થશે. ભાદ્રપદ્ર પૂર્ણિમા  શનિવાર તારીખ 17.09.16ના રોજ મીન રાશિ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રગ્રહણ પડી રહ્યુ છે.  ચંદ્રગ્રહણનો પરમગ્રાસ (પુરો થવો)  શનિવાર તારીખ 17.09.16 રાત્રે 12 વાગીને 25 મિનિટ અને 48 સેકંડ પર થશે.  ચંદ્રગ્રહણની ઉપચ્છાયાથી અંતિમ સ્પર્શ રાત્રે 02 વાગીને 24 મિનિટ અને 15 સેકંડ પર થશે. આ સમય 3 કલાક 56 મિનિટ 52 સેકંડ રહેશે. 
 
રાશિ મુજબ જાણો આ ગ્રહણની બાર રાશિયો પર શુ અસર પડશે. 
 
મેષ - સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ થઈ શકે છે. દુવિદ્યાજનક સ્થિતિમાંથી નીકળવાનો રસ્તો મળશે. રોજગારમાં પ્રગતિ થશે.
 
વૃષ - અપમાનનો સામનો કરવો પડી શકે છે. ઘર પરિવારમાં સુખદ વાતાવરણ બની રહેશ્ે દવાઓ પર વધુ ખર્ચ થઈ શકે છે.
 
મિથુન - જૂના કાર્યનુ સાર્થક પરિણામ મળશે. હરીફાઈમાં સફળતા મળવાના આસાર છે. રોજગારના અવસર ઉપલબ્ધ થશે. 
 
કર્ક - આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. વ્યક્તિગત સંબંધોમાં ઉદાસીનતા રહેશે. ગૃહસ્થીનો કાર્યભાર વધશે.  સલાહ લઈને કાર્ય કરો. 
 
સિંહ - સમજી વિચારીને જ ધન રોકાણ કરો. નુકશાન થવાના સંકેત છે. પારિવારિક તનાવના યોગ બની રહ્યા છે. દુર્ઘટનાના પ્રબળ યોગ છે. 
 
કન્યા - શારીરિક પીડા થઈ શકે છે. પડોશીઓ સાથે કટુતા વધશે.  પરિજનો સાથે મધુરતા કાયમ રાખો. ખાનગી વાતોને સાર્વજનિક ન કરશો. 
 
તુલા - ઘરેલુ ખર્ચની અધિકતા રહેશે. મન પરેશાન રહેશે. કારણ વગર મનમાં આશંકા રહેશે. તબિયત બગડવાની શક્યતા બની રહી છે. 
 
વૃશ્ચિક - ક્યાય ને ક્યાય લાભના યોગ છે. છાત્રોના કેરિયરમાં પ્રગતિ થશે. સન્માન અને લાભ મળશે. આર્થિક ક્ષેત્ર મજબૂત રહેશે. 
 
ધનુ - અનહોની ઘટૅના માટે આશંકિત રહેશો. સમજી વિચારીને વ્યાપારિક નિર્ણય લો. આર્થિક ક્ષતિના યોગ છે. મનોવિકારોથી ઘેરાશો. 
 
મકર - સંતાનને લઈને મન ચિંતિતિ રહેશે. પારિવારિક વડીલોનુ સ્વાસ્થ્ય ચિંતા જગાવશે. ભાઈ બહેનનો સહયોગ અને પ્રેમ મળશે. 
 
કુંભ - વ્યવસાયમાં લાભ મળશે.  વ્યવસાયની શરૂઆત માટે સમય શુભ છે.  મિત્રો સાથે મનોરંજનના સારા અવસર પ્રાપ્ત થશે. 
 
મીન - શારીરિક અને માનસિક કષ્ટ રહેશે. માથામાં વાગી શકે છે સાવધાન રહો.  પ્રેમનો એકરાર કરવામાં સફળતા મળશે. 
 
Next Article