Yoga For eyes- દરરોજ કમ્પ્યૂટર પર કામ કરવાથી આંખની રોશની નબળી થઈ ગઈ છે તો કરો આ યોગ

Webdunia
મંગળવાર, 16 એપ્રિલ 2024 (10:53 IST)
પ્રાણાયમ - ઘણાં લોકો જેઓ કમ્પ્યુટર પર સતત 8-10 કલાક કામે કરે છે તેમની આંખોને નુકસાન થઇ શકે છે. આંખોને આરામ આપવા માટે માત્ર ઊંઘ લેવી પૂરતું નથી. આંખોમાં નબળાઇ આવવાને લીધે સ્મૃતિ દોષ અને ચિડિયાપણાની સમસ્યા થવી એ બહુ સામાન્ય સમસ્યા છે. જેના માટે આંખોનો યોગ બહુ જરૂરી છે. પ્રાણાયમ કરવાથી મગજ સ્થિર બને છે અને આંખોની રોશની જળવાઇ રહે છે. પ્રાણાયમથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.
 
સવાસન - આ આસન કરવા માટે મનને શાંત કરી પીઠના બળે આડા પડો. પગને ઢીલા છોડી હાથને શરીરને સમાંતર રાખો. શરીરને સંપૂર્ણપણે જમીન પર સ્થિર થઇ જવા દો. આ આસન કરવાથી શરીરનો થાક અને દબાણ ઓછું થઇ જાશે. શ્વાસ અને નાડીની ગતિ સામાન્ય થશે. આંખોને આરામ મળશે અને આંખોની રોશની પણ વધશે.
 
સર્વાંગાસન - પીઠના બળે સીધા ઊંઘી જાઓ. પગને ભેગા કરો, હાથને બંને તરફ સમાંતર હથેળીઓ જમીન પર રાખો. શ્વાસ અંદર ભરતા આવશ્યકતા અનુસાર હાથની મદદથી પગને ધીમે-ધીમે 30 ડિગ્રી, પછી 60 ડિગ્રી અને અંતમાં 90 ડિગ્રી સુધી ઉઠાવો. 90 ડિગ્રી સુધી પગને ન ઉઠાવી શકો તો 120 ડિગ્રી પર પગ લઇ જઇને હાથને ઉઠાવી કમરની પાછળ ટેકવો. પાછા ફરતી વખતે પગને સીધા રાખતા પાછળની તરફ થોડા નમાવો. બંને હાથને કમરથી દૂર કરી સીધા કરી દો. હવે હથેળીઓથી જમીન પર દબાણ સર્જતા જે ક્રમમાં ઉપર ઉઠ્યા હતા તે જ ક્રમમાં ધીમે-ધીમે પહેલા પીઠ અને પછી પગને ભૂમિ પર સીધા કરો.
 
આસન કરતી વખતે તમારી આંખોને ખુલ્લી રાખો. આ આસન કરવાથી આંખોની રોશની તેજ થશે. બાળકોના મગજ માટે આ આસન બહુ ઉપયોગી છે. દમ, સ્થૂળતા, દુર્બળતા અને થાક જેવા વિકારો પણ આ આસન કરવાથી દૂર થાય છે.

સંબંધિત સમાચાર

Next Article