ENG vs NZ WC Final : સુપર ઓવરમાં પણ ટાઇ પડી, નિયમ મુજબ ઇંગ્લૅન્ડે વધારે બાઉન્ડરી મારી હોવાને કારણે ઇંગ્લૅન્ડ બન્યું વર્લ્ડ કપ ચૅમ્પિયન

Webdunia
સોમવાર, 15 જુલાઈ 2019 (00:14 IST)
લૉર્ડ્સમાં રમાઈ રહેલી વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડે આપેલા 24ર રનના લક્ષ્યનો પીછો કરતા હાલ ઇંગ્લૅન્ડ 50 ઓવરમાં 241 રન કરી ઓલઆઉટ થતાં મૅચ સુપર ઓવરમાં પહોંચી ગઈ હતી
 
ઇંગ્લૅન્ડે સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલૅન્ડને 16 રનનું લક્ષ્ય આપ્યું હતું પરંતુ સુપર ઓવરમાં પણ ટાઇ પડી હતી અને નિયમ મુજબ ઇંગ્લૅન્ડે વધારે બાઉન્ડરી મારી હોવાને કારણે વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
ઇંગ્લૅન્ડ તરફથી સુપર ઓવરમાં સ્ટોક્સ અને બટલરની જોડીએ બેટિંગ કરી હતી અને 15 રન કર્યા હતા તો ન્યૂઝીલૅન્ડ તરફથી ગપ્ટિલ અને નીશામે બેટિંગ કરી હતી અને 15 રન જ કરી શક્યા હતાં.

લૉર્ડ્સમાં રમાઈ રહેલી વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડે આપેલા 24ર રનના લક્ષ્યનો પીછો કરતા હાલ ઇંગ્લૅન્ડ 50 ઓવરમાં 241 રન કરી ઓલઆઉટ થતાં મૅચ સુપર ઓવરમાં ગઈ છે. પ્લન્કેટની વિકેટ પડી ગઈ છે અને મૅચ રોમાંચક સ્થિતિમાં છે. પ્લન્કેટ 10 રને આઉટ થયા છે. બટલર આઉટ થતાં રમવા આવેલા વોક્સ ફર્ગ્યુસનની ઓવરમાં ફકત 2 રને આઉટ થઈ ગયા છે. ફર્ગ્યુસનની આ ત્રીજી વિકેટ હતી.

રાશિદને સેન્ટનર અને બૉલ્ટે શૂન્ય રને રન આઉટ કર્યો
જોફ્રા આર્ચરને નિશમે શૂન્ય રને બૉલ્ડ કર્યો
નિશમ પ્લંકેટને 10 રને આઉટ કર્યો
લૉકી ફર્ગ્યુસને ક્રિસ વૉક્સને 2 રને આઉટ કર્યો
જોસ બટલરને લૉકી ફર્ગ્યુસને 59 રને આઉટ કર્યો
બેન સ્ટૉક્સની અડધી સદી પુરી
જોસ બટલરની અડધી સદી પુરી
ઇયોન મૉર્ગનને નીશામે 9 રને આઉટ કર્યો
જૉની બેયરસ્ટોને 36 રને લૉકી ફર્ગ્યુસને બૉલ્ડ કર્યો
જૉ રૂટને ગ્રાન્ડહૉમે 7 રને આઉટ કર્યો
મૈટ હૈન્રીએ જેસન રૉયને 17 રને આઉટ કર્યો
લૉર્ડ્સમાં રમાઈ રહેલી વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતી બેટિંગ પસંદ કરી હતી અને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 241 રન કર્યા છે. આમ ઇંગ્લૅન્ડને વિશ્વ કપ જીતવા માટે 242 રન કરવાના છે. ન્યૂઝીલૅન્ડ તરફથી સૌથી વધુ 55 રન ઓપનિંગમાં આવેલા નિકોલસે કર્યા હતા.
 
ન્યૂઝીલૅન્ડના 200 રન પૂરા થયા ત્યારે એવું લાગતું હતું કે સ્કોર 250 આસપાસ થઈ જશે. જોકે પાછળના બૅટ્સમૅન ઇંગ્લૅન્ડના બૉલરો સામે સારું પ્રદર્શન કરી શક્યા હતા. ઇંગ્લૅન્ડના બૉલરોએ 50 ઓવરમાં ન્યૂઝીલૅન્ડની 8 વિકેટ ખેરવી હતી.
 
ઓપનિંગમાં આવેલા માર્ટિન ગપ્ટિલે 19 અને નિકોલસે 55 રન કર્યા હતા. જ્યારે કૅપ્ટન વિલિયમસન 30, ટેલર 15, લાથમે 47, નીશામે 19, રન કર્યા હતા.
ઇંગ્લૅન્ડ તરફથી બૉલિંગમાં પ્લનકેટે 10 ઓવરમાં 42 રન આપીને 3 વિકેટ મેળવી હતી. જ્યારે વૉક્સે 9 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી હતી. વૂડ અને આર્ચરને એક-એક વિકેટ મળી હતી.
 
ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડની ટીમ ઑસ્ટ્રેલિયાને હરાવીને અને ન્યૂઝીલૅન્ડની ટીમ ભારતને હરાવીને ફાઇનલમાં પહોંચી છે. પહેલી વાર ઇંગ્લૅન્ડ કે ન્યૂઝીલૅન્ડ વિશ્વ ચૅમ્પિયન બનશે.

સંબંધિત સમાચાર

Next Article