વાસ્તુ - આ રીતે ખુશીઓને બતાવો તમારા ઘરનો રસ્તો...

Webdunia
મંગળવાર, 17 એપ્રિલ 2018 (10:54 IST)
જીવનના દરેક પગલે પરેશાનીઓ છે તો તેનુ સમાધાન પણ હોય છે.  મુશ્કેલ પરિસ્થિતિ સામે આવે તો સાહસ સાથે તેનો સામન કરો. વાસ્તુમાં બતાવેલ કેટલાક સહેલા ઉપાયોને અપનાવીને આપણે અનેક જટિલ સમસ્યાઓનું સહેલાઈથી સમાધાન મેળવી શકીએ છીએ અને ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે.  આવો જાણીએ તેના વિશે.. 
 
ઘરમાં જો કોઈ વાસ્તુ દોષ રહેલા છે તો મુખ્ય દ્વાર પર એક વધુ  કેળાના વૃક્ષ અને બીજી અને તુલસીનો છોડ કુંડામાં લગાવો.  હળદરને જળમાં ભેળવીને પાનના પત્તાથી આખા ઘરમાં તેનો છંડકાવ કરો.  જો સંતાનને લઈને કોઈ સમસ્યા છે તો ઘરના પૂજા સ્થળમાં શંખની સ્થાપના કરો. શંખ દ્વારા પાણીનુ આચમન કરો અને ઘરમાં આ જળનો છંટકાવ કરો.  ઘરની અંદર સૂરજની રોશની સારી રીતે આવે એવી વ્યવસ્થા કરો. ઘરના ડ્રોઈંગ રૂમને ફૂલોનો ગુલદસ્તો મુકીને સજાવો. 
 
રોજ સાંજના સમયે ઘરમાં કપૂર પ્રગટાવો. તેનાથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા દૂર થાય છે.  રાત્રે સૂતા સમયે તમારા તકિયા નીચે લાલ ચંદન મુકો કે પછી તકિયા નીચે સોના કે ચાંદીથી બનેલી કોઈ વસ્તુ મુકી શકો છો. એવુ કહેવામાં આવે છે કે આવુ કરવાથી જીવનમાં ખુશી આવે છે.  બેડ નીચે લોખંડના વાસણમાં પાણી ભરીને મુકવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં અઠવાડિયમાં બે વાર મીઠાના પાણીથી પોતું લગાવો. 

સંબંધિત સમાચાર

Next Article