VASTU TIPS: ઘરમાં હોય જો આ 4 નાની ભૂલ તો હાથમાં આવતો પૈસો સરકી જાય છે

Webdunia
ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (16:36 IST)
વાસ્તુ મુજબ ઘરમાં સકારાત્મક ઉર્જાના રહેવાથી બધું યોગ્ય રહે છે પણ જો વાસ્તુ મુજબ કોઈ ભૂલ થઈ જાય તો  કેટલાક નુકશાન પણ ઉઠાવવા પડી શકે છે ખાસ કરીને ઘરમાં પાણીના સ્ત્રોત બનાવતી વખતે અને દીવાલ  બનાવતા સમયે જો આ વસ્તુઓ પર ધ્યાન ન અપાય તો તમારા હાથમાં આવેલો પૈસા પણ જતો રહે  છે. અને કર્જ વધે છે. આથી ઘરમાં વાસ્તુની આ વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ. 
1.વાસ્તુ મુજબ ક્યારે પણ ઘરની દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ દિશામાં પાણીના સ્ત્રોત ન હોવા જોઈએ. તેનાથી ઘરની દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં કૂવા કે નળ પણ ન મુકવા જોઈએ. તેનાથી  ઘરમાં પૈસા આવતા નથી  
 

2. વાસ્તુનું માનીએ તો પૂર્વ અને ઉત્તર દિશાને હમેશા ખાલી રાખવું જોઈએ. આ દિશામાં ભૂલીને પણ ભારે સામાન ન મૂકવો જોઈએ. કહેવાય છે કે આ દિશામાં  ભારે સામાન મૂકવાથી ધનહાનિ ઉઠાવવી પડે છે. 
3. વાસ્તુ મુજબ ઘરની દીવાલ બનાવતા સમયે આ વાતનો ધ્યાન રાખો કે ઘરની દીવાલમાં કોઈ  ઢાળ ન હોય  ન હોય. ઘરની ઉત્તર અને દક્ષિણ દિશાની દીવાલ એકદમ સીધી હોવી જોઈએ. ઉત્તરની દીવાલ સાધારણ  નીચી હોવી જોઈએ. એવું ન થતા ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 
 
4. વાસ્તુ મુજબ ઘરના દક્ષિણ અને પશ્ચિમ દિશાના ખૂણામાં ટોયલેટ ન બનાવવા જોઈએ. તેનાથી તમને કર્જ લેવું પડી શકે છે. 
 
Next Article