- વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દરવાજો ખૂબ અગત્યનો છે. દરેક દરવાજો અંદરની તરફ ખૂલે તેમ રાખવો જોઇયે. અને દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે નકુચાઓ અવાજ ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું જોઇયે.
- ફૂવારો કે ફુવારાને લાગતું ચિત્ર હમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું જે ઘરમાં સફળતા, સંપતિ અને સમૃદ્ધિ ખેંચી લાવશે.
- જો બેડરૂમની દીવાલમાંથી જો બીમ પસાર થતો હોય તો તેની નીચે બેડ રાખવો નહીં. આ વ્યવસ્થા માંદગીને આમંત્રણ આપે છે.
- જો તમારા રૂમમાં પાંચ ખૂણા પડતાં હોય તો તે સારું નથી. તેની ખરાબ અસરો ટાળવા વાંસની વાંસળી કે પિરામિડ મૂકી શકાય છે.
- ટોઇલેટ એ વાસ્તુશાસ્ત્રમાં સૌથી ચર્ચિત જગ્યા છે. ટોઇલેટની સીટ ઉત્તર-દક્ષિણ તરફ જ રાખવી જોઇયે અને ઉપયોગ ના હોય ત્યારે બંધ રાખવું જોઇયે.