સંપૂર્ણ બ્રહ્માંડનો આધાર સૂર્ય છે. સૂર્યની ઉર્જાથી જ પૃથ્વી પર જીવન છે. અગ્નિ વાયુ જળ પૃથ્વી અને આકાશ આ પાંચ તત્વો પર વાસ્તુ પણ આધારિત છે.
વાસ્તુ મુજબ ઘરમાં સૂર્યની રોશની કેટલી જરૂરી છે અને તેનાથી તમને શુ શુ ફાયદા થાય છે. સંપૂર્ણ બ્રહ્માંડનો આધાર સૂર્ય છે. સૂર્યની ઉર્જાથી જ પૃથ્વી પર જીવન છે. અગ્નિ વાયુ જળ પૃથ્વી અને આકાશ આ પાંચ તત્વો પર વાસ્તુ પણ આધારિત છે.
સૂર્યદેવને અગ્નિનુ સ્વરૂપ માનવામાં આવે છે. તેથી વાસ્તુ શાસ્ત્રમાં સૂર્યનુ વિશેષ મહત્વ છે.
આવો જાણીએ સૂર્યદેવ સાથે જોડાયેલ કેટલાક સહેલા વાસ્તુ ઉપાયો વિશે જે તમારા જીવનને નવી ઉર્જાથી ભરી દેશે.
સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહુર્તનો સમય ચિંતન અને મનન અનેઅભ્યાસ માટે સર્વશ્રેષ્ઠ માનવામા આવે છે વિદ્યાર્થીઓએ આ સમયનો સદ્દપયોગ કરવો જોઈએ.
બ્રહ્મમુહૂર્તનો સમય અસીમ ઉર્જાનો ભંડાર માનવામા આવે છે. સૂર્યદય સમયની કિરણો સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સર્વોત્તમ માનવામાં આવે છે.
પૂર્વ દિશાને સૂર્યનુ નિવાસ સ્થાન પણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં સૂર્યોદયના સમયે ઘરના દરવાજા અને બારીઓ ખુલ્લા મુકવાની સલાહ આપવામાં આવે છે.
એવુ કહેવાય છે કે જે ઘરમાં સૂર્યનો પ્રકાશ નથી આવતો ત્યા ડોક્ટરની અવર જવર વધી જાય છે. અંધારા રૂમમાં કે જ્યા સૂર્યની રોશની નથી આવતી ત્યા રહેનારા લોકોના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે.
રસોડામાં અને બાથરૂમમાં પણ સૂર્ય પ્રકાશ પહોચે એવી વ્યવસ્થા હોવી જોઈએ. ઘરમા6 કુત્રિમ રોશનીનો ઉપયોગ ઓછો રાખવો જોઈએ.