તહેવાર નજીક આવી રહ્યાં છે. દરેક ઈચ્છે છે કે પોતાના ઘરને પોતાને મનગમતાં રંગોની અંદર રંગી દઈએ. તો ઘણી વખત થોડીક મુશ્કેલી પણ થાય છે કે કયા રૂમમાં કયો કલર સારો લાગશે. ઘરમાં કરવામાં આવેલ રંગ તમારી પસંદના જ હોવા જોઈએ પરંતુ તેની પસંદગી જરા સમજી વિચારીને કરવી.
લાલ
મનમાં સારો ભાવ અને વિચારવાની શક્તિ લાવે છે. આનો ઉપયોગ બેડરૂમ અથવા તો લીવીંગ રૂમમાં કરો.
પીળો
જીવનમાં ઉમંગ અને ઉલ્લાસ ઉત્પન્ન કરે છે. આનો ઉપયોગ એવા રૂમમાં કરો જ્યાં જઈને તમને ખુશી અનુભવી શકતાં હોય.
આસમાનીલોકો માને છે કે આ કલર કૂલ છે પરંતુ આ શાંતિનું પ્રતિક છે એટલા માટે આ રંગ બેડરૂમ, ગેસ્ટ રૂમ અને લિવિંગ રૂમ માટે સારો છે.
લીલો
આ રંગ પ્રકૃતિ સાથે જોડાયેલ છે. ફિજીયોલોજીસ્ટનું કહેવું છે કે આ રંગનો ઉપયોગ ગમે ત્યાં કરી શકાય છે કેમકે આ રંગ લોકોનું સ્વાગત અને તેમને આમંત્રિત કરે છે.
નારંગી
આ રંગ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. બદલતી ઋતુની સાથે આ ખુશી લાવે છે. જો રંગને તમે લીવીંગ રૂમમાં કરાવડાવો તો ખુબ જ સરસ છે.
જાંબલી
બધા જ રંગોમાં આને મહત્વપુર્ણ માનવામાં આવે છે. જાંબલી રંગ વધારે પ્રભાવી છે અને સ્વાસ્થ્ય માટે પણ સારો છે.
ચટખ રંગ: બર્ગંડી, લાલ
આ રંગો તમને સુરક્ષિત અને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરે છે.
પિંક અને ક્રેયોન
આ રંગ મનમાં ઉમંગ પેદા કરે છે પરંતુ આનો વધારે ઉપયોગ પોતાના ઘરમાં શ્વાસ રૂંધાવી દે છે. પરંતુ જો આનો ઉપયોગ બાળકોના રૂમમાં કરવામાં આવે તો ભણવાની સાથે સાથે ખુશીનું વાતાવરણ પણ બનાવે છે.