Rose Day Shayari in Gujarati - ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે કારણ કે આ મહિનામાં મોસમ વસંતની હોય છે જે ખૂબ જ ખુશનુમા હોય છે અને આ સાથે જ આ દરમિયાન ગાર્ડનમાં ફુલો પણ ખીલી જાય છે. આ મહિનામા વર્ષનો સૌથી રોમાંટિક વીક પણ આવે છે. દર વર્ષે ફેબ્રુઆરીમાં પ્રેમનુ અઠવાડિયુ 7 તારીખથી શરૂ થઈ જાય છે જેમા સૌથી પહેલો દિવસ રોઝ ડે નો છે. ગુલાબને સૌથી સુંદર ફુલ માનવામાં આવે છે અને મિત્રો, સંબંધીઓ અને પોતાના પાર્ટનરને આપવા માટે ખૂબ સારુ સમજવામાં આવે છે. તેને પ્રેમ અને મૈત્રી બંનેનુ રૂપ માનવામાં આવે છે.
જો તમે સામે રોઝ ડે પર કોઈને ફુલ આપવા માંગો છો તો તમારી ભાવનાઓના હિસાબથી યોગ્ય રંગ પસંદ કરીને સામેવાળાને આપવો જોઈએ. પણ ફક્ત ગુલાબ પુરતુ નથી. આ સાથે તમે જો કોઈને પ્રેમભર્યો સંદેશ આપવા માંગો છો તો આમાથી કોઈ મેસેજ પસંદ કરી શકો છો.