બજેટ ૨૦૧૯ - સરકાર કેમ ટેક્સ છૂટ લિમિટ 5 લાખ સુધી નથી વધારી શકતી ? ઈનકમ ટેક્સ સ્લૈબ પર શુ કહે છે એક્સપર્ટ

Webdunia
બુધવાર, 19 જૂન 2019 (14:40 IST)
મોદી સરકારના બીજા કાર્યકાલનુ પ્રથમ બજેટ 5 જુલાઈના રોજ રજુ થશે.  આ બજેટને નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ રજુ કરશે.  બજેટ સાથે જોડાયેલા અનેક સવાલ લોકોના મનમાં છે કે શુ ઈડિવિજુઅલ્સના માટે બેસિક એગ્જેંપશન લિમિટને વધારાશે કે પછી ઈનકમ ટેક્સના સ્લેબ અને દરમાં કોઈ ફેરફાર થશે ? કયુ સેક્શન 80 સીની સીમા વધારશે કે વરિષ્ઠ નાગરિકોના માટે આ સિવાય પણ કોઈ પગલા ઉઠાવાશે.  આ કેટલીક વિશેષ ચર્ચાઓ ક હ્હે જે સેલરીડ પર્સનથી લઈને વરિષ્ઠ નાગરિકો વચ્ચે આજકાલ જોરો પર છે. 
 
અંતરિમ બજેટૅમાં સેલરીડ ક્લાસને કરવામાં આવેલ રાહ પર એક્સપર્ટના વિચાર 
 
સરકારને સોંપવામાં આવેલ બજેટ પૂર્વ જ્ઞાપનમાં ઈંડસ્ટ્રી બૉડી  ASSOCHAMએ સરકાર પાસે માંગ કરી છે કે ઈડિવિઝુઅલ્સ ઈનકમ ટેક્સ પેયર્સ માટે બેસિક ઈગ્જેપ્શન લિમિટને વર્તમાન 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવે. જો કે કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં રજુ કરવામાં આવેલ અંતરિમ બજેટમાં સેક્શન 87એ હેઠળ એટલી રાહત આપી દીધી કે તેમા વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી થઈ ગઈ. જેના પર ટેકસ એક્સપર્ટનુ શુ કહેવુ છે ?
 
એન એ શાહ એસોસિએટ્સ એલએલપીના પાર્ટનર ગોપાલ બોહરાનુ કહેવુ છે કે સરકારની કોશિશ હંમેશાથી ટેક્સ બેસ વધારવાની રહી છે અને નાણાકીય વર્ષ 2013-14થી લઈને વર્ષ 2017-18 વચ્ચે રિટર્ન ફાઈલિંગ 130 ટકા વધ્યુ છે. અંતરિમ બજેટ હેઠલ 2020-21માં કરવામાં આવેલ જોગવાઈઓ હેઠળ 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર સેક્શન 87એ હેઠળ રિબેટનો દાવો કરી શકાય છે.  જોકે એવા ટેક્સપેયર્સને પણ આઈટીઆર ભરવુ પડશે.   તેમના કહેવા મુજબ જો સરકારે બેસિક સ્લૈબ રેટને 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધુ તો આ સરકારનો સૌથી મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય ટેક્સ બેસ રેટ વધારવાની કોશિશને નિષ્ફળ કરી નાખશે.  કારણ કે પછી 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર આઈટીઆર ભરવાની અનિવાર્યતા ખતમ થઈ જશે. 
 
આઈટીઆર ભરનારા 75% લોકો 5 લાખ સુધીની આવકવાળા 
 
એનુઅલ ઈયર 2018-19 માં લગભગ 6.05 કરોડ ઈંડિવિજુઅલ્સે ટેસ્ક રિટર્ન ફાઈલ કર્યુ છે. તેમાથી 4.58 કરોડ લોકોએ વાર્ષિક 5 લાખ આવક બતાવતા આઈટીઆર ફાઈલ કરી છે. હવે જો બેસિક એક્જેપ્શન લિમિટને 2.5 લાખથી વધારીને 5 લાખ કરી દેવામાં આવી તો આઈટીઆર ભરનારાઓની સંખ્યામાં 75 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. આ મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના  'કરનો ઓછો દર અને અધિક કરદાતા' ના વિપરિત છે. 
 
દરમાં કપાત કરી શકે છે સરકાર 
 
બોહરાના મુજબ ટેક્સ સ્લેબમાં બેસિક એગ્જેપ્શન લિમિટ 5 લાખ કરવાને બદલે 5 લાખથે વધુ અને 10 લાખ રૂપિયાથી ઓછાની આવકવાળા સ્લૈબ પર 10 ટકા, 10 લાખથી 15 લાખના સ્લેબપર 20 ટકા અને 15 લાખથી ઉપરના સ્લેબ પર 30 ટકાનો દર નક્કી કરી શકે છે. જેનાથી ઈંડિવિજુઅલ ટેક્સપેયરને ટેક્સમાંથી રાહત મળી જશે અને તેઓ ટેક્સ બેસમાં પણ બન્યા રહેશે અને આઈટીઆર ભરવુ પણ ચાલુ રાખશે.  બોહર ઉપરાંત અન્ય ટેક્સ એક્સપર્ટ્સનુ પણ માનવુ છે કે આ સમયે બેસિક એગ્જેપ્શન લિમિટને 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવુ સારુ નહી રહે. 
 
ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનુ લક્ષ્ય ખૂબ વધુ 
 
ચાર્ટર્ડ ક્લબ ડોટ કોમના ફાઉંડર અને સીઈઓ સીએ કરન બત્રાનુ કહેવુ છે કે આ વર્ષ માટે આવકવેરા વિભાગે પ્રત્યક્ષ કર સંગ્રહનુ લક્ષ્ય ખૂબ વધુ નિર્ધારિત કર્યુ છે અને તેને મેળવવુ ખૂબ મુશ્કેલ લાગી રહ્યુ છે. આવી પરિસ્થિતિમાં સરકાર પણ બેસિક ટેક્સ એગ્જેપ્શન લિમિટને 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા નથી કરી શકતી. 

સંબંધિત સમાચાર

Next Article