નાણાકીય મંત્રી પીયૂષ ગોયલે અંતરિમ બજેટ 2019માં ગાય માટે મોટુ એલાન કર્યુ. મોદી સરકાર ગાય માટે કામઘેનુ યોજના શરૂ કરશે. પીયૂષ ગોયલે બજેટમાં કહ્યુ, સરકાર કામઘેનુ યોજના શરૂ કરશે.
ગૌમાતા સન્માનમા અને ગૌમાતા માટે આ સરકાર ક્યારેય પાછળ નહી હટે. જે જરૂર હશે તે કામ કરશે. આ સાથે જ તેમને કહ્યુ કે રાષ્ટ્રીય કામઘેનુ આયોગ બનાવાશે. રાષ્ટ્રીય ગોકુળ આયોગ બનશે અને કામઘેનુ યોજના પર 750 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. નાણાકીય મંત્રીએ બજેટ રજુ કરતા કહ્યુ કે પશુપાલન અને મત્સ્ય માટે કર્જમાં 2 ટકા વ્યાજમાં છૂટ મળશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ગૌતસ્કરીને લઈને ખૂબ હંગામો થયો હતો. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં મામલો ખૂબ ગરમાવ્યો હતો.