ગણપતિ સાથે ડોક્ટર હાથીની આ રીતે થઈ એન્ટ્રી

Webdunia
મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (14:16 IST)
કળાકાર નિર્મલ સોની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડોક્ટર હાથીની  ભૂમિકા ભજવી રહ્યા છે. 
 
નિર્મલ સોનીનું કહેવું છે, જીવન એકદમ ગોળ છે. દસ વર્ષ બાદ હું ફરી એકવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો બન્યો છું. હું ખુશ છું કે નિર્માતા અસિત કુમાર મોદીએ મને ફરી એક વખત તક આપી છે. આ શો ખૂબ જ લોકપ્રિય છે અને ડૉક્ટર હાથીનું પાત્ર પણ દર્શકોને ખૂબ પસંદ છે.
ગોકુલઘામ સોસાયટીમાં ગણેશ ઉત્સવ માટે ગણપતિના સ્વાગત માટે લોકો રાહ જોઈ રહ્યા છે. પણ મુંબઈમાં પૂર આવી જવાના કારણે પોલીસ બધાને ઘરે પાછા મોકલી આપે છે. ગોકુલઘામના નિવાસી પોતાની સોસાયટી માટે ગણપતિની મૂર્તિ નથી લાવી શકતા. તમામ લોકો નિરાશ અને દુખી છે. પણ અચાનક તેમને ડાકટર હાથીની આવાજ સંભળાય છે "ગણપતિ બપ્પા મોરયા" "ગણપતિ બપ્પા મોરયા" "ગણપતિ બપ્પા મોરયા" આ ગૂંજ સાથે ડૉક્ટર હાથીની એન્ટ‌્રી થઈ છે. 
ડૉક્ટર હાથી ગણપતિ બાપાની મૂર્તિ પોતાના માથા પર ઉપાડીને પ્રવેશ કરે છે અને તમામ લોકો ખૂબ ખૂશ થઈ જાય છે. ત્યારબાદ ગણપતિ બાપાની પ્રથમ આરતી હાથી પરિવાર કરે છે. ડૉક્ટર હાથી ગણપતિ બાપા સાથે એન્ટ્રી કરી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

Next Article