3 વર્ષ પછી ટીવી પર પરત આવી રહી છે 'જોધા', જોવા મળશે આ શો માં

Webdunia
મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (14:14 IST)
પૉપુલર ટીવી શો જોધા-અકબરમાં જોધાનુ પાત્ર ભજવનારી એક્ટ્રેસ પરિધિ શર્મા લાબા સમયથી ટીવી પરથી બ્રેક લીધો હતો. પણ હવે પરિધિ ટૂંક સમયમાં જ ટીવી પર કમબેક કરવા જઈ રહી છે. તેના ફેંસ માટે સારા સમાચાર છે. જી હા રિપોર્ટ્સ મુજબ પરિધિ ટૂંક સમયમાં જ માતા વેષ્ણોદેવી પર બની રહેલી ધાર્મિક ટીવી  શો માં જોવા મળશે.  આ શો ટૂંક સમયમાં જ સ્ટાર ભારત પર ઓનએયર થશે. 

 
રિપોર્ટ્સ મુજબ લગભગ 50 એપિસોડ્સની આ સીરિયલને અરવિંદ બબ્બલ પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પરિધિ હંમેશા પોતાની પ્રાઈવેટ લાઈફને મેંટેન કરીને ચાલે છે. જો કે તેના ફેંસ હંમેશા તેમના વિશે જાણવા ઉત્સુક રહે છે. 

સંબંધિત સમાચાર

Next Article