Rituraj Singh Death Reason: 'અનુપમા' સીરિયલના અભિનેતા ઋતુરાજ સિંહનુ 59ની વયમાં નિધન, હોસ્પિટલમાંથી પરત ફરતા થંભી ગયા શ્વાસ

Webdunia
મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (11:41 IST)
image source social media
- એક દસકાથી ટીવીને દુનિયા સાથે જોડાયેલ ઋતુરાજ સિંહનુ નિધન 
- ઋતુરાજ સિંહ  અંતિમ વાર રૂપાલી ગાંગુલા સાથે અનુપમામાં જોવા મળ્યા હતા 
- ઋતુરાજ સિંહ પહેલા અનુપમાના જ અભિનેતા નિતેશ પાંડેનુ પણ 23 મે 2023ના રોજ નિધન થયુ હતુ 
 
ગ્લેમર ઈંડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા ઋતુરાજ સિંહનુ નિધન થઈ ગયુ છે. તેમની વય 59 વર્ષ હતી. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમણે 19 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા. અભિનેતાએ 'અપની બાત', 'જ્યોતિ',  'હિટલર દીદી', 'શપથ',  'વોરિયર',  'હાઈ અદાલત',  'દિયા ઔર બાતી' જેવા તમામ શોઝ માં પોતાના અભિનયથી પ્રશંસા મેળવી હતી. અંતિમ વાર તેમને રૂપાલી ગાંગુલી સાથે 'અનુપમા' માં જોવામાં આવ્યા હતી. જેમા તેમણે એક રેસ્ટોરેંટના સ્ટ્રીક માલિકનુ પાત્ર ભજવ્યુ હતુ. 

''ઈ ટાઈમ્સ'ની રિપોર્ટ મુજબ ઋતુરાજ સિંહનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. તેઓ માત્ર 59 વર્ષના હતા. અને કેટલાક સમયથી સ્વાદુપિંડ સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. તેમના આકસ્મિક નિધનથી માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ તેમના ચાહકોને પણ આઘાત લાગ્યો છે. કારણ કે તે શોમાં તેને ફરીથી જોવાની રાહ જોઈ રહ્યો હતો. તેમનું આકસ્મિક અવસાન ટીવી જગત માટે મોટી ખોટ છે.
 
ઋતુરાજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા  
અહેવાલો અનુસાર, ઋતુરાજ સિંહ સ્વાદુપિંડના રોગથી પીડિત હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત રાત્રે એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું. લોકો અને નજીકના લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમજ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અભિનેતાના સારા મિત્ર અમિત બહલે આ સમાચારની પુષ્ટિ કરી છે અને દુઃખ વ્યક્ત કર્યું છે.
 
હોસ્પિટલમાંથી પરત ફરતી વખતે થયુ નિધન 
અમિત બહલે કહ્યું, 'હા, તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. તેમને સ્વાદુપિંડની સારવાર માટે છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘરે પરત ફરતી વખતે હ્રદયની તકલીફ થઈ અને તેમનું અવસાન થયું. આ પહેલા 'અનુપમા'માં મિત્રના રોલમાં જોવા મળેલા નિતેશ પાંડેનું પણ નિધન થયું હતું. તેમની ઉંમર 51 વર્ષની હતી. તેમનું મૃત્યુ પણ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.
 

સંબંધિત સમાચાર

Next Article