શ્રાવણ મહિનામાં ભગવાન ભોળા શંકરને દૂધ, પાણી, પંચગવ્ય, બિલીપત્ર, આંકડો, ધતૂરા, ભાગ વગેરે ચઢાવવાથી તેમની પ્રસન્ના પ્રાપ્ત થાય છે. જે રીતે આ મહિનામાં ભગવાન શિવનુ મહત્વ છે એ જ રીતે ભગવાન શિવના રૂદ્ર હનુમાનજીની પૂજાનુ પણ મહત્વ છે. શ્રાવણનો પ્રથમ મંગળવાર જે આજે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી મનપસંદ ફળ પ્રાપ્ત થાય છે. શ્રાવણનો પ્રથમ મંગળવારે મનોકામનાપૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
શ્રાવણના પ્રથમ મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવો આવુ કરતા પહેલા સ્વારે સ્નાન કરીને શુદ્ધ થઈ જાવ અને ફક્ત લાલ રંગની ધોતી પહેરો અનેચોલા ચઢાવતી વખતે એક દિવો હનુમાનજીના સામે પ્રગટાવી મુકો. ચોલા ચઢાવ્યા પછી ગુલાબના ફુલની માળા હનુમાનજીને અર્પિત કરો અને કેવડાના અત્તરથી હનુમાનજી પર થોડો થોડો છંટકાવ કરો. હવે કે આખુ પાન લઈ તેના પર થોડો ગોળ અને દાળ મુકીને ભોગ લગાવો અને આ ચઢાવ્યા પછી તુલસીની માળા લઈને નિમ્ન મંત્રનો જાપ કરો.
राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम ततुन्यं राम नाम वरानने।।
આ મંત્રનો ઓછામાં ઓછી પાંચ માળાનો જાપ જરૂર કરો. હવે ગુલાબવાળા ચઢાવેલા ફુલમાંથી એક ગુલાબ તોડીને તેને લાલ કપડામાં લપેટીને તમારા ધનવાળા સ્થાન પર મુકી દેશો તો તમારા ધનમાં વૃદ્ધિ થવા માંડશે અને તમારુ ધન ક્યારેય ઓછી નહી થાય.
જો તમારા ઘરમાં હંમેશા કોઈ બીમાર રહે છે કે પછી કોઈને કોઈ પરેશાની રહે છે કે પછી તમને એવુ લાગે છે કે તમારા પરિવારને નજર લાગી ગઈ છે. તો એક ઉપાય શ્રાવણના પ્રથમ મંગળવારે કરો. આ દિવસે તમે સવારે ઉઠીને હનુમાન મંદિર જાવ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ પાઠ તમે 101વાર કે 51 વાર કરી શકો છો. ત્યારબાદ લીંબુને બે ભાગમાં કાપી લો અને તેમા લવિંગ દબાવી દો અને ત્યારબાદ તેને ઘરે લઈ આવો અને તેને એવા સ્થાન પર મુકી તો જ્યા તેને કોઈ જોઈ ન શકે. આવુ કરવાથી તમારી બધી પરેશાનીઓ ખતમ થશે અને તમારા ઘર પરથી નજરદોષ પણ હટી જશે.