હરિયાલી અમાવસ્યા પર કરશો આ ઉપાય તો,થશે ધનલાભ

Webdunia
શુક્રવાર, 10 ઑગસ્ટ 2018 (17:49 IST)
અમાવસ્યા  આ તિથિ પર પૂજા-પાઠ કરવાનું  ખાસ મહત્વ હોય છે. જે લોકો દર  મહિનાની અમાવસ્યા પર કઈક ખાસ ઉપાય કરે છે,  એમના ઘરમાં દેવી-દેવાતાઓની કૃપા અને  બરકત બની રહે છે. પરિવારમાં સુખનું  વાતાવરણ બને છે અને પરેશાનીઓ દૂર રહે છે. અહીં જાણો એવા ઉપાય જે  અમાવસ્યા પર કરી શકાય છે. 
* કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સાંજે પીપળના કે વડના ઝાડનું  પૂજન કરો અને દેશી ઘીનો દિપક પ્રગટાવો. 
 
* તામસિક વસ્તુઓનું  સેવન ના કરો ખાસ કરીને શરાબ.  કારણ કે અમાવસ્યાના દિવસે શરાબ પીવાથી શરીર પર જ નહી ભવિષ્ય પર પણ દુષ્પ્રભાવ પડે છે. 
 
* પુરાણો મુજબ અમાવસ્યા તિથિને દેવ પિતૃ ગણાય છે. આથી આ દિવસે પિતૃના  નામે શુદ્ધ શાકાહારી ભોજન કોઈ જનોઈધારી બ્રાહ્મણને અર્પિત કરો જો શકય હોય તો ખીર અર્પિત કરો. 

સંબંધિત સમાચાર

Next Article