સુરત સહિતના વિસ્તારોમાં રેપીડ ટેસ્ટ કરવાની વિચારણા

Webdunia
શુક્રવાર, 24 જુલાઈ 2020 (13:00 IST)
ગુજરાતમાં કોરોના હવે બેકાબુ બની રહ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વધુ કેસ આવી રહ્યા છે, અમદાવાદ બાદ હવે સુરત હોટસ્પોટ બની ગયું છે અને તે પછી રાજકોટમાં કેસ વધવા લાગ્યા છે. ત્યારે એકાએક એક્ટિવ થયેલા આરોગ્ય વિભાગે હવે અમદાવાદની જેમ રાજ્યના સુરત, રાજકોટ, વડોદરા સહિતના અન્ય જે શહેરમાં કોરોના કેસ વધે છે. ત્યાં પણ રેપીડ ટેસ્ટ કરવાની વિચારણા શરૂ કરી છે. અમદાવાદમાં કેસો ઘટવાની સાથે રેપીડ ટેસ્ટના કારણે અમદાવાદીઓ હર્ડ ઇમ્યુનિટીમાં આવી રહ્યા હોવાનું તારણ નીકળતા હવે બીજા શહેરોમાં પણ વધતા કેસો અટકાવવા માટે અમદાવાદ પેટર્નથી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં પણ રેપીડ ટેસ્ટ કરીને કોરોના સંક્રમણને રોકવાના પ્રયાસો કરવા માટે રાજ્ય સરકારે સૂચના આપી છે કે, પદરેક મ્યુનિસિપલ કોર્પેારેશન રેપીડ ટેસ્ટ કરી શકે છે. અમદાવાદમાં પ્રતિદિન એક હજાર કરતાં વધુ રેપીડ ટેસ્ટ કરી રહ્યું છે. આ વખતે ફરી એકવાર સુપર સ્પ્રેડર્સ ટેસ્ટિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે એવા એકમો,માર્કેટ, શોપિંગ કોમ્પ્લેક્સ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય અથવા કામ કરતાં હોય તેવી ફેક્ટરી, GIDC, બેન્કો અને બસ સ્ટેન્ડને આવરી લેવામાં આવ્યા છે. અમદાવાદની જેમ સુરત, રાજકોટ અને વડોદરા મહાનગરમાં પણ રેપીડ ટેસ્ટનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે.  
 
 

સંબંધિત સમાચાર

Next Article