24 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવીના મોતને કારણને લઈને અત્યાર સુધી સસ્પેંસ કાયમ છે. આ દરમિયાન દુબઈની અથોરીટીઝે ભારતીય દૂતાવાસને શ્રીદેવીના મોત સાથે જોડાયેલ કાગળ સોંપી દીધા છે. ગલ્ફ ન્યૂઝ મુજબ હોટલના બાથટબમાં ડૂબવાથી શ્રીદેવીનુ મોત થયુ.
ગલ્ફ ન્યુઝે રિપોર્ટ્સના હવાલાથી કહ્યુ છે કે શ્રીદેવીના શરીરમાં આલ્કોહોલની માત્રા હતી. બાથરૂમમાં તે પોતાનુ બેલેંસ ગુમાવી બેસી અને બાથટબમાં પડી ગઈ. રિપોર્ટ મુજબ શ્રીદેવીના મોતનુ કારણ એક્સીડેંટલ છે.
સૂત્રો મુજબ પોલીસ અફસર મોહસિન અબ્દુલ કવિએ જણાવ્યુ કે શ્રીદેવીના પાર્થિવ શરીર સાથે જોડાયેલ બધા કાગળો ભારતીય ઉચ્ચાયોગને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત ડેથ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યુ છે. પોસ્ટમોર્ટમની માહિતી એકદમ સીક્રેટ રાખવામાં આવી છે. પોલીસ મુજબ હવે ભારતીય ઉચ્ચાયોગની પ્રક્રિયા પછી જ પાર્થિવ શરીર ભારત લઈ જવામાં આવશે. શ્રીદેવીનુ પાર્થિવ શરીર તેમના ઘર ભાગ્ય બંગલા(વર્સોવા)માં લાવવામાં આવશે. આખા ઘરને સફેદ ફૂલોથી સજાવ્યુ છે.
રિપોર્ટમાં આટલુ મોડુ કેમ
ઉલ્લેખનીય છે કે શ્રીદેવીની પોસ્ટમોર્ટમ રવિવારે જ થઈ ચુકી હતી પણ રિપોર્ટ આવવામાં મોડુ થયુ. આ કારણે શ્રીદેવીનુ ડેથ સર્ટિફિકેટ પણ અત્યાર સુધી બન્યુ નહોતુ. અત્યાર સુધી શ્રીદેવીનુ પાર્થિવ શરીર પોલીસ કસ્ટડીમાં જ હતુ. કાયદાકીય પ્રક્રિયામાં બે થી ત્રણ કલાક લાગી શકે છે. આ કારણે આશા બતાવાય રહી છે કે મોડી સાંજ સુધી જ પાર્થિવ શરીર મુંબઈ લાવવામાં આવશે.
શ્રીદેવીના નિધન પછી પાકિસ્તાને એક્ટર્સ પણ ઉદાસ છે. દિવંગત એક્ટ્રેસ સાથે ફિલ્મ મૉમ માં સ્ક્રીન શેયર કરી ચુકેલ પાકિસ્તાની એક્ટર અદનાન સિદ્દીકી શ્રીદેવીના મોત પછી બોની કપૂરને મળ્યા હતા. તેઓ પણ મોહિત મારવાહના લગ્નમાં દુબઈ ગયા હતા. અદનાન બોની કપૂરને મળ્યા. તેમણે બોનીનુ દુખ વ્યક્ત કરતા કહ્યુ કે તેઓ શ્રીદેવીના ગયા પછી બાળકની જેમ રડી રહ્યા હતા.