આણંદની લજ્જાએ ચીનમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2019માં બે ગોલ્ડ મેડલ જીત્યા

Webdunia
બુધવાર, 14 ઑગસ્ટ 2019 (11:45 IST)
ગુજરાત પોલીસમાં હથિયારી પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા આંતરરાષ્ટ્રીય ખેલાડી લજ્જા ગોસ્વામીએ ચીનનાં ચેંગડુમાં રમાઇ રહેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2019માં સોમવારે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત મંગળવારે ટીમ ઇન્ડિયાને પણ ગોલ્ડ મેડલ મળ્યો છે જેમાં પણ લજ્જાએ સારૂ પ્રદર્શન કર્યું હતું. હાલ ચાઈનામાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2019 રમાઈ રહી છે. જેમાં સોમવારે લજ્જાએ 22 સ્પોર્ટ રાયફલ થ્રી પોઝીસન વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 600 સ્કોરમાંથી સૌથી વધુ 586 સ્કોર મેળવી દેશનું નામ રોશન કર્યું છે. 
આ ઉપરાંત ચાઈના ખાતે હાલ ચાલી રહેલ આ સ્પર્ધામાં ગુજરાત પોલીસની ટીમે વ્યક્તિગત સ્પર્ધામાં સીલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે. આ ઉપરાંત મંગળવારે યોજાયેલ લેઇંગ પોઝીસન .22 રાયફલ શુટીંગ સ્પર્ધામાં ટીમ ઇન્ટિયાને ગોલ્ડ મેડલ મળ્યો છે. આ ટીમમાં લજ્જા ગોસ્વામી સામેલ હતી.લજ્જા ગોસ્વામીએ 2017માં યુએસએમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીતીને વિશ્વભરની પોલીસમાં ગુજરાત પોલીસનું નામ ગુંજતું કર્યુ હતું. 
આ સાથે 2017માં કેરાલામાં યોજાયેલી ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ હાંસલ કર્યા હતા. વર્ષ 2018માં ઇન્દોર ખાતે ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં ભાગ લઇ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ અને વર્ષ 2019માં કેરાલા ખાતે યોજાયેલ ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
 
 
 
 

સંબંધિત સમાચાર

Next Article