બ્રિટિશ બોક્સ્સર સ્કૉટ વેસ્ટગર્થનુ નિધન થોડી એવી પરિસ્થિતિયોમાં થયુ. જેના પર વિશ્વાસ કરી શકવો મુશ્કેલ છે. સ્કૉટે શનિવારે ઈગ્લિંશ લાઈટ-હેવીવેટ ટાઈટલના એલિમિનેટર બાઉટને જીત્યુ અને તેના થોડીવાર પછી તેઓ બીમાર પડી ગયા. જેના કારણે તેમનુ નિધન થઈ ગયુ.
સ્કૉટ 31 વર્ષના હતા. ડેક સ્પેલમૈનના વિરુદ્ધ જીત નોંધાવ્યા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને રવિવારે વહેલી સવારે તેમનુ નિધન થઈ ગયુ. બ્રિટિશ બૉક્સિંગ બોર્ડ ઓફ કંટ્રોલે તેની પુષ્ટિ કરી છે. સ્કૉટ પાસેથી અંતિમ ફાઈટ હારનારા સ્પેલમેને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ, આ સમાચાર દિલ તોડનારી છે. મારી પાસે શબ્દ નથી.
સ્કૉટની બહેને તેમને પોતાનો હીરો બતાવ્યો. ડેલીમેલ પર એક વીડિયો છે જેમા બતાવ્યુ છે કે સ્કૉટ ફાઈટ પછી ખૂબ દુખાવો થતો હોય એવુ લાગતુ હતુ અને તેઓ અસહજ પણ લાગ્યા.