વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, એશિયન ગેમમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન

Webdunia
સોમવાર, 20 ઑગસ્ટ 2018 (18:02 IST)
જકાર્તા અને પાલેમબાંગમાં ચાલી રહેલ 18મા એશિયન ગેમ્સમાં પહેલવાન વિનેશ ફોગાટે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. વિનેશે મહિલાઓની ફ્રીસ્ટાઈલ 50 કિગ્રા વર્ગના ખિતાબી મુકાબલામાં જાપાનનઈ પહેલવાન યુકી ઈરીને એકતરફા હરીફાઈમાં 6-2થી હરાવી. 
 
બીજા દિવસે 50 કિગ્રા ફ્રી સ્ટાઈલમાં ભારત તરફથી તાલ ઠોકતા ફોગાટે શાનદાર પ્રદર્શન કર્યુ. ઈંડોનેશિયામાં ચાલી રહેલ આ એશિયાઈ રમતમાં ભારત માટે બીજો ગોલ્ડ મેડલ્હતો. આ પહેલા કુશ્તીમાં જ પહેલવાન બજરંગ પુનિયાએ 65 કિગ્રા ભાર વર્ગમાં રવિવારે દેશને પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો. 
 
આ પહેલા સેમીફાઈનલમાં વિનેશે ઉજ્બેકિસ્તાનની યક્ષીમુરાતોવા દૌલતબિકને 10-0થી માત આપી હતી. ભારતીય પહેલવાન ફક્ત 75 સેકંડમાં ટેકનિકલ સુપિરિયોરિટીના આધાર પર પોતાની બાઉટ જીતી હતી. 

સંબંધિત સમાચાર

Next Article