Jaya parvati Vrat- જયા પાર્વતી વ્રત શા માટે કરાય છે

Webdunia
રવિવાર, 26 જૂન 2022 (16:48 IST)
Jaya parvati vrat 2022- જે બલિકા, કુંવારિકાને ખૂબ સંસ્કારી તથા ચારિત્ર્યવાન પતિ જોઈતો હોય તે બાલિકા કે કુંવારિકા ખૂબ શ્રદ્ધાથી શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત કરે તો તેના મનની ઈચ્છા પૂર્ણ થાય છે. મા પાર્વતી તેનું સદૈવ કલ્યાણ કરે છે. આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે.
 
જયાપાર્વતી વ્રત કયારે ઉજવાય છે. 
આ વ્રત અષાઢ  સુદ તેરશથી  અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. ગૌરી પાર્વતીનું વ્રત સળંગ ૨૦ વર્ષ કરવાનું હોય છે. પ્રથમ પાંચ વર્ષ તે જુવાર ખાઈને, બીજાં પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજાં પાંચ વર્ષ ચોખા ખાઈને તથા છેલ્લા પાંચ વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે. તેવા શાસ્ત્રોનો આદેશ છે.
 
જયા પાર્વતી વ્રત 2022- jayaparvati vrat 2022 date
જયા પાર્વતી વ્રત (Jaya parvati Vrat)- 12 જુલાઈ થી 16 જુલાઈ 2022
 
Jayaparvati Vrat Jagran 2022 date- 16 જુલાઈ 2022

સંબંધિત સમાચાર

Next Article