Video - શ્રાવણના પાંચ સોમવાર કરી લો આ વિશેષ ઉપાય, શિવજી કરશે બેડો પાર

Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2024 (12:58 IST)
shivamooth
ધાર્મિક ગ્રંથોમાં સુખ-સમૃદ્ધિ ધન પ્રાપ્તિ માટે અથવા જો તમારુ કોઈ મહત્વપૂર્ણ કાર્ય રોકાયેલુ છે તો તમે એક સરળ પરંતુ અત્યંત પ્રભાવશાળી ઉપાયો બતાવ્યા છે જેને તમે અપનાવી શકો છો   


- આ ઉપાયોને પ્રાચીન ગ્રંથોમા શિવામૂઠ પ્રયોગ કહેવામાં આવે છે.. જેના હેઠળ વિશેષ અનાજને લઈને પાંચ મુટ્ઠી શ્રદ્ધાથી અર્પણ કરવાથી ભક્તોના મનોવાંછિત કાર્યો પૂર્ણ થાય છે.   
- ભોલે ભંડારીને પ્રસન્ન કરવા માટે આ એક સરળ અચૂક ઉપાય છે. પણ શરત એ છે કે આ ઉપાય તમારે પાંચેય સોમવાર કોઈપણ અવરોધ વગર પૂરો કરવાનો છે.  
- આ ઉપાય હેઠળ શ્રાવણના પહેલા સોમવારે શિવમંદિરમ જઈને શિવલિંગ પર એક મુઠ્ઠી આખા ચોખા અર્પણ કરો (અભિષેક કરો) ધ્યાન રાખો કે ચોખા તૂટેલા અથવા ખંડિત ન હોવા જોઈએ  
- આ રીતે બીજા સોમવારે એક મુઠ્ઠી સફેદ તલ ચઢાવવા જોઈએ   
- ત્રીજા સોમવારે એક મુઠ્ઠી આખા મગ ચઢાવવા    
- ચોથા સોમવારે એક મુઠ્ઠી જવ અર્પણ કરો  
- પાંચમા અને અંતિમ સોમવારે ચાર સોમવારે અર્પણ કરેલી વસ્તુ ફરીથી એક-એક મુઠ્ઠી ચઢાવો અને પાંચમા -  સોમવાર નિમિત્તે એક મુઠ્ઠી સત્તુ સર્વપીડા હરણ કામના સાથે શિવને અર્પણ કરો.  
 
યાદ રાખો આ કાર્ય શ્રદ્ધાપૂર્વક પાંચેય સોમવારે આ ક્રમથી સૂર્યોદયથી લઈને બપોરે 12 વાગ્યા પહેલા જરૂર પુર્ણ કરો.
 

સંબંધિત સમાચાર

Next Article