પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે. જેથી આપણા પર પૂર્વજોના આશીર્વાદ કાયમ રહે. આ વખતે પિતૃપક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. જે 25 સેપ્ટેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન કુલ 16 શ્રાદ્ધ કરવામાં આવશે એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ, પિંડ દાન અર્પણ કરવાથી આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે. શ્રાદ્ધ તો બધા કરે છે પણ શુ આપ જાણો છો શ્રાદ્ધ કરવાના પણ કેટલાક નિયમો હોય છે. જે મુજબ શ્રાદ્ધ કરવામં આવે તો પિતૃઓ તૃપ્ત થઈને આશીર્વાદ આપે છે. તો આવો જાણીએ આ નિયમો વિશે