ઘરના શણગારની વાત હોય કે પછી કોઈ પણ શુભ કામની, ઘરના મુખ્ય દ્વારને હમેશા આંબાના પાનના તોરણ લગાવાય છે. પણ શું તમે જાણો છો આ વૃક્ષના પાનમાં આવું શું છે જે તેને દરેક શુભ કામમાં ઉપયોગ કરાય છે. આવો જાણીએ તેના પાછળનો ધાર્મિક કારણ
જો આંબાના પાનની વાત કરવામાં આવે તો આંબાના પાનને અત્યંત શુભ માનવામાં આવે છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં આંબાના ઝાડને પૂજનીય ગણાય છે. એવું પણ છે કે તેના ફળ સિવાય તેની લાકડી અને પાન પણ ખૂબ લાભકારી અને ગુણકારી હોય છે. હિંદુ ધર્મમાં આંબાના વૃક્ષની લાકડીઓનો ઉપયોગ સમિધાના રૂપમાં
કરાય છે. ગણાય છે કે આ લાકડીને ઘી સાથે સળગાવતા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. તેના વૃક્ષના પાનના તોરણ ઘરના મુખ્ય બારણા પર લટકાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધવાની સાથે મંગળ કાર્ય નિર્વિધ્ન પૂરા થઈ જાય છે.