ભૂકંપ વિશે પૂર્વાનુમાન લગાવી શકાતુ નથી.. અને ભારે તબાહી મચાવનારી આ પ્રાકૃતિક વિપદાને રોકવા માટે કશુ નથી કરી શકાતુ. પણ નુકશાનને ઓછુ કરવા અને જીવ બચવવા માટે કેટલીક તરકીબ છે. જેના દ્વારા મદદ મળી શકે છે. .. તો આવો જાણીએ ભૂકંપ આવતા શુ કરવુ જોઈએ...
- ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
- મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો...
- ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
- ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
- કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
- પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
- આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
- લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
- પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
- લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
- નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
- સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
- ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
- આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.
- ભૂકંપ આવતી વખતે જો તમે ઘરની બહાર છો તો
- ઊંચી બિલ્ડિંગો.. વીજળીના થાંભલા વગેરેથી દૂર રહો
- જ્યા સુધી આંચકા આવે ત્યા સુધી બહાર જ રહો
- ચાલતી ગાડીમાં હોય તો જલ્દી ગાડી રોકી લો.
ગાડીમાં જ બેસી રહો..
એવી પુલ કે રસ્તા પર જવાથી બચો. જેમણે ભૂકંપથી નુકશાન પહોંચ્યુ હોય..
જો તમે ભૂકંપ દરમિયાન કાટમાળમાં દબાય જાવ તો..
- માચિશ બિલકુલ ન સળગાવશો
- હલશો નહી કે ધૂળ ઉડાવશો નહી
- કોઈ રૂમાલ કે કપડાથી ચેહરો ઢાંકી લો.
- કોઈ પાઈપને કે દિવાલને વગાડતા રહો જેથી બચાવ દળ તમને શોધી શકે..
- જો કોઈ સીટી હોય તો વગાડતા રહો.
- જો કોઈ બીજુ સાધન ન હોય તો બૂમો પાડતા રહો. જો કે આવુ કરવાથી ધૂળ મોઢામાં જઈ શકે છે.