Gujarat New CM: ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનશે. તેમણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા, ઘણા મોટા નામ પાછળ છોડી દીધા. ભાજપના ધારાસભ્યોની બેઠકમાં તેમના નામ પર મહોર લાગી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે.
ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રથમ પ્રતિક્રિયા
મુખ્યમંત્રી તરીકે તેમના નામની જાહેરાત થયા બાદ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર માન્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે સીઆર પાટીલ અને વિજય રૂપાણીનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે તેમણે મારા પર જે વિશ્વાસ કર્યો છે તેને તૂટવા નહીં દે અને વિકાસના કામને આગળ ધપાવશે. આનંદીબેનના આશીર્વાદ હંમેશાં રહ્યાં છે અને રહેશે. ગુજરાતના જે કામો છે. તે અમે સંગઠન અને સરકાર સાથે મળીને અત્યારસુધી જે સારા કામો થયા છે. છેવાડાના માનવી સુધી પહોંચવાના પ્રયાસો થઇ રહ્યાં છે. હવે જે કામ બાકી હશે તે અમે નવેસરથી પ્લાન કરી સંગઠન સાથે બેસી ખૂબ સારી રીતે આગળ વધે તેના માટે પ્રયત્નો કરીશું.
ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીએ ધારાસભ્ય દળની બેઠકમાં સત્તાવાર રીતે ભૂપેન્દ્રભાઈ પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. નવા સીએમનું નામ જાહેર થયા બાદ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈ પટેલ સક્ષમ છે. તેમણે કહ્યું કે અમે માનીએ છીએ કે તેમના નેતૃત્વમાં ભાજપ આગામી ચૂંટણી જીતશે.