અમરેલી, બોટાદ, તાપી સહિતના જિલ્લાઓમાં 1 એપ્રિલને 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
તારીખ 1 એપ્રિલનાં આણંદ,ભરુચ, જુનાગઢ, ખેડા, નર્મદા, સુરેન્દ્રનગર,વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ સૌરાષ્ટ્રના તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે જતું રહેશે.
ભાવનગર, દાહોદ,નવસારી, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.આ તરફ બનાસકાંઠા અને આણંદમાં આજે કાળઝાળ ગરમી અને રાત્રે ગરમી વધારે અનુભવાય તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.
ઉનાળાની શરૂઆતમાં જ શહેરમાં 32 ડિગ્રી આસપાસ તાપમાન હતું, જે તાપમાન ધીમે ધીમે વધીને હાલ શહેરમાં 40 ડિગ્રી પર પહોંચી ગયું છે, છેલ્લા કેટલાક વર્ષોમાં આવુ તાપમાન ગરમીની શરૂઆત માં ભાગ્યે જ જોવા મળ્યું છે. અને હજુ તો ગરમીના અન્ય મહિના બાકી છે, જેમા એપ્રિલ અને તેમાં પણ મે મહિનો ખુબ ગરમ રહેતો હોય છે,