ગુરુ પૂર્ણિમા પર શિક્ષકોને ભેટ - HTAT મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર, શિક્ષણમંત્રીએ એક્સ પર પોસ્ટ શેર કરી

Webdunia
રવિવાર, 21 જુલાઈ 2024 (09:00 IST)
ગુજરાતની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો HTAT માટેના બદલીના નિયમો સરકારે જાહેર કર્યાં છે. તાજેતરમાં જ ગાંધીનગરમાં બદલીના નિયમો જાહેર કરવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું. હવે આ આંદોલનનો અંત આવ્યો છે. સરકાર દ્વારા લાંબા સમયથી બદલીના નિયમો તૈયાર કરવામાં આવી રહ્યાં હતાં. આ બાબતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. 
 
શિક્ષણમંત્રીએ એક્સ પર પોસ્ટ કરી
શિક્ષણ મંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે,ગૂરૂપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ..મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર. રાજ્ય સરકારનાં પારદર્શી, પ્રતિબધ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ. ઉલ્લેખનીય છે કે, આંદોલનની જાહેરાત થતાની સાથે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીડોરે એક ટ્વીટ કરી નિયમો જાહેર કરવાની જાણકારી આપી હતી. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આગામી થોડા સમયમાં નિયમો જાહેરાત કરવાની જાહેરાત કરી હતી.
 
HTAT મુખ્ય શિક્ષકના બદલી અંગેના ઠરાવની જાહેરાત
 
¤ શિક્ષણ વિભાગના તા.૨૨/૦૬/૨૦૧૧ ના ઠ૨ાવથી RTE ACT 2009 હેઠળ HTAT મુખ્ય શિક્ષકની નવી કેડર ઉભી ક૨વામાં આવેલ.
¤ આ દરમિયાન HTAT મુખ્ય શિક્ષકની કેડરને શિક્ષણ વિભાગના તા:- ૧૫/૦૩/૨૦૨૧ ના ઠરાવથી શૈક્ષણિક કેડર જાહેર કરવામાં આવેલ. તેથી મુખ્ય શિક્ષકોની માંગણી હતી કે તેઓને વહીવટી કર્મચારીના બદલીના સિધ્ધાતો લાગુ પાડવા જોઈએ નહી.
¤ આ બાબત સરકારશ્રી સક્રિય વિચારણા હેઠળ હતી જેનો જરૂરી અભ્યાસ કરી સરકારશ્રી આજ રોજ HTAT મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જાહેર કરે છે .
(૧) મહેકમ ગણવાની પધ્ધતિ
¤ બાલવાટીકાથી ધો-૫ માં ૧૫૦ કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
¤ ધો-૬ થી ૮ માં ૧૦૦ કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
¤ બાલવાટીકાથી ધો-૮ માં ૧૫૦ કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
(૨) જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી ૩ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઇશે.
(3) જિલ્લા ફેર બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી ૫ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે. ૫૦ % જગ્યાઓ અગ્રતાથી અને ૫૦ % શ્રેયાનતાથી ભરવાની રહેશે.
(૪) તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય/રાજય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના
મુખ્ય શિક્ષક પતિ/પત્નીની બદલીઓ, રાજયના વડા મથકના બિન બદલી પાત્ર અધિકારી/કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નિની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ ક૨વામાં આવેલ છે.
(૫) દ૨ વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે.
(૬) જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય, તો તેઓને પ્રથમ પગા૨કેન્દ્રની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ૫૨, તે પછી તાલુકાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ ૫૨, તે પછી જિલ્લાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પ૨ સમાવવામાં આવશે.
(૭) જિલ્લા ફેર/જિલ્લા આંતરિક અરસ પરસ બદલી
¤ બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસ પરસ બદલી કરી શકાશે.
¤ આંતરિક / જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશ: ૫૬ વર્ષ અને ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

સંબંધિત સમાચાર

Next Article