રાજકોટમાં ટ્રાફિક પોલીસની હેરાનગતિ, જ્યૂબેલી અને લોધાવડ ચોકના વેપારીઓનો બીજા દિવસે સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યો

Webdunia
શુક્રવાર, 19 માર્ચ 2021 (13:37 IST)
રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વેપારીઓ માટે માથાના દુઃખાવા સમાન બની છે. શહેરના જ્યુબેલી રોડના વેપારીઓ બાદ આજે લોધાવડ ચોકના વેપારીઓએ ટ્રાફિક પોલીસની હેરાનગતિને લઇ ધંધા-રોજગાર બંધ કરી વિરોધ નોંધાવ્યો છે. આજે રાજકોટ શહેરના લોધાવાડ ચોકમાં આવેલી તમામ દુકાનો સજ્જડ બંધ રાખી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. શહેરમાં અનેક બજારો અને મુખ્ય માર્ગ એવા છે

જ્યાં કાયમને માટે ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો બની રહે છે. આવો જ એક રસ્તો લોધાવાડ ચોકનો છે. અહીં મુખ્ય માર્ગની સામ-સામે 35-35 દુકાનો આવેલી છે. મુખ્ય બજારોમાં જવા માટે મોટે ભાગે વાહન ચાલકો આ રસ્તાનો જ ઉપયોગ કરતાં હોય ટ્રાફિક સમસ્યા અહીં રોજિંદી બની ગઇ છે. દરમિયાન છેલ્લા દોઢેક મહિનાથી આ દુકાનો પર ખરીદી માટે આવતાં ગ્રાહકોના ટુવ્હીલર ટોઇંગ કરીને લઇ જઇ 700-700નો દંડ ફટકારવામાં આવતો હોય અને ક્યારેક વેપારીઓના વાહનો પણ ટોઇંગ થઇ જતાં હોવાથી ટ્રાફિક પોલીસની કનડગતથી પરેશાન થઇ આજે વેપારી એસોસિએશનને આક્રોશ વ્યક્ત કરી સુત્રોચ્ચાર કરી વેપાર-ધંધા બંધ રાખી સમસ્યામાંથી કાયમી છૂટકારો આપવા માગણી કરી હતી.

સંબંધિત સમાચાર

Next Article