વાહન વ્યવહાર વિભાગને ટેક્સ અને દંડ પેટે 5100 કરોડની વસૂલાતનો લક્ષ્યાંક

Webdunia
ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (14:45 IST)
વાહનવ્યવહાર વિભાગ ગુજરાત સરકાર માટે કમાઉ દિકરો છે એટલે જ રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૯-૨૦માં રૂા.૫૧૦૦ કરોડની આવકનો લક્ષ્યાંક આપ્યો છે. એટલે વાહનવ્યવહાર વિભાગે રાજ્યના તમામ આરટીઓને ચોક્કસ  રકમ ટ્રાફિકના દંડપેટે ઉઘરાવવા આદેશ કર્યો છે.મહેસાણા આરટીઓએ જારી કરેલાં પરિપત્ર એ જ સરકારે ટેક્સ અને દંડ પેટે કેવી રીતે આવક ઉભી કરવી તે અંગેના  આયોજનની પોલ ઉઘાડી પાડી છે. 

એક તરફ, કેન્દ્ર સરકારના મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરીને દંડમાં રાહત આપવાનો વાયદો કરી ભાજપ સરકારે ગુજરાતની જનતાની સહાનુભૂતિ જીતવા પ્રયાસ કર્યો છે તો,બીજી તરફ ગુજરાતમાં  ટ્રાફિકના નવા નિયમો અમલી બન્યાં તે પહેલાં રાજ્યના વાહન વ્યવહાર વિભાગે તો ટેક્સ અને દંડ પેટે આવક ઉભી કરવા આયોજન કર્યુ હતું.

રાજ્ય સરકારે જ વાહન વ્યવહારને રૂા.૫૧૦૦ કરોડનો લક્ષ્યાંક આપ્યો છે. મહેસાણાની આરટીઓ કચેરીએ આ વાતને સમર્થન આપીને ૨૦મી એપ્રિલે જારી કરાયેલાં પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છેકે, મહેસાણા આરટીઓને રૂા.૧૩૮.૧૮ લાખનો લક્ષ્યાક અપાયો છે. આ ઉપરાંત મોટર વાહન નિરીક્ષકન મહિને ે રૂા.૯ લાખ જયારે સહાયક મોટર નિરીક્ષકને રૂા.૯ લાખની માસિક આવક માટે સૂચના અપાઇ છે.દરેક આરટીઓ કચેરીની ક્ષમતા આધારે લક્ષ્યાંક ફાળવાયો છે.

આરટીઓને સ્પષ્ટ કહેવાયુ છેકે, સરકારની મહેસૂલી આવકનો સવાલ છે એટલે મોટર વાહન નિરીક્ષકે રજા પર જવુ નહી. એટલુ જ નહીં, લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે સતત વાહન ચેકિંગ કરવુ. આઉપરાંત જે આરટીઓ અધિકારીની નબળી કામગીરી હશે તો તેના વાર્ષિક અહેવાલમાં નોંધ કરવામા આવશે.ટૂંકમાં ,સરકારી નોકરી ખાતર અધિકારીઓ ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને દંડ ફટકારીને તથા ટેક્સ કલેક્શન વધારીને સરકારની આવક વધારવી પડશે.  આમ,અત્યાર સુધી સરકારે એવુ કહ્યું કે, ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન ન થાય,અકસ્માત ઘટે તે માટે વાહનચાલકો પાસે દંડ લેવાનો હેતુ છે. પણ હવે તો વાહનવ્યવહાર વિભાગે જાણે સરકારની આવક વધારવાં જ દંડ લેવા નક્કી કર્યુ હોય તેમ લાગી રહ્યુ છે.

સંબંધિત સમાચાર

Next Article