આજે છે જલરામ બાપાની જયંતી, જાણો આ મહાન સંત વિશે કેટલીક રોચક વાતો

Webdunia
શુક્રવાર, 8 નવેમ્બર 2024 (09:30 IST)
જલારામ બાપાનો જન્મદિવસ હિંદુ માસ કારતકના શુક્લ પક્ષની 7મી તારીખે જલારામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવાળીના સાતમા દિવસે આવે છે. કારતક સુદ સાતના 31 ઓક્ટોબરના સોમવારે જલારામ બાપાની 223મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે જેને લઈ લોહાણા સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ દિવસે ભક્તોને પ્રસાદના રૂપમાં ભોજન પીરસવામાં આવે છે. 
 
વીરપુર શ્રી જલારામ બાપાના દર્શનાર્થે ભક્તોના ટોળા ઉમટે છે. વિશ્વભરના તમામ જલારામ બાપા મંદિરોમાં આ દિવસે પાઠ, આરતી અને પ્રસાદ સાથે પૂજા કરવામાં આવે છે. બધા જલારામ મંદિરો દ્વારા ગરીબો માટે કપડાં, પુસ્તકો, કુદરતી ઉત્પાદનો અને ઘણું બધું જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભયંકર ખાદ્ય સંકટથી પીડાતા લોકોને જલારામ બાપાએ ખૂબ મદદ કરી હતી. જલારામ બાપ્પાના મહાન સંત હતા.
 
તેમનો જન્મ વર્ષ 1799 માં ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુર ગામમાં થયો હતો, તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું. જલારામ બાપાના માતા ધાર્મિક મહિલા હતા, જેઓ સાધુ-સંતોની સેવા કરતા હતા. તેમની સેવાથી ખુશ થઈને સંત રઘુવીર દાસે તેમને આશીર્વાદ આપ્યા હતા કે તેમના બીજા પુત્ર જલારામ ભગવાનની ભક્તિ, સાધુ પ્રત્યેની ભક્તિ અને માનવજાતની સેવાનું અનોખું ઉદાહરણ સ્થાપિત કરશે. તેણીના લગ્ન 16 વર્ષની ઉંમરે વીરબાઈ સાથે થયા હતા, પરંતુ તેણીએ પોતાનું જીવન વૈવાહિક બંધનથી દૂર રાખ્યું હતું અને પોતાનું જીવન સેવામાં સમર્પિત કર્યું હતું. સમગ્ર વિશ્વમાં જલારામ બાપ્પાના ઘણા ભક્તો છે, જેઓ આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને દાન કરે છે.
 
નાનપણથી જ સંસારમાં આસક્તિ ઓછી હતી
જલારામ બાપાના લગ્ન 16 જ વર્ષની વયે વીરબાઈ સાથે થઈ ગયા હતા. 18 વર્ષની ઉંમરે હિન્દુઓના પવિત્ર યાત્રા સ્થળોની મુલાકાત લીધા બાદ બાપા ભોજા ભગતના શિષ્ય બની ગયા હતા. ભગતે બાપાને શિષ્ય તરીકે સ્વીકાર્યા અને તેમને ગુરુ મંત્ર અને જાપ માળા પણ આપ્યા. ગુરુના આશીર્વાદથી બાપાએ સદાવ્રત કેન્દ્ર શરૂ કર્યું જ્યાં કોઈપણ સાધુ, સંત અને જરૂરિયાતમંદ કોઈપણ સમયે આવીને ભોજન ગ્રહણ કરી શકતા હતા. આજે પણ વીરપુરના જલારામ મંદિરે શ્રદ્ધાળુઓને સાવ મફતમાં ભોજન કરાવવાની પરંપરા ચાલુ રાખવામાં આવી છે.
 
આ કારણે ક્યારેય નથી ખૂટતુ અનાજ
એક દિવસ જલારામ બાપાને એક સાધુએ રામજીની પ્રતિમા આપી અને કહ્યું કે હનુમાનજી થોડા દિવસમાં તેમની મુલાકાત લેશે. જલારામ બાપાએ રામજીની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરી અને થોડા જ દિવસમાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા. તેમની સાથે સીતામાતા અને લક્ષ્મણની મૂર્તિ પણ પ્રગટ થઈ. એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થટેલા આ ચમત્કારને કારણે આ અનાજ ક્યારેય પૂરા જ નથી થતા. તે અક્ષયપાત્ર બની ગયું છે. આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકો જલારામ બાપા સાથે લોકોની સેવાના કામમાં જોડાયા.
 
જલારામ બાપાની બાધા કરવાની વિધિ 
કારતક સુદ સાતમ જલારામ બાપાનો જન્મ દિવસ છે. એ દિવસે જલારામ બાપાની વિધિ પૂર્વક પૂજા કરી એક નારિયર પર કંકુ વડે રામનામ લખી એ નારિયેર બાપાની છબિ પાસે મૂકવું. બાપાને કંકુના ચાલ્લા કરવા, ફૂલહાર પહેરાવવો, ઘીનો દીવો અને અગરબત્તી કરી બાપાની હૃદયની અનંત શ્રધ્ધાથી પૂજા કરવી. બીજી વર્ષે બાપાની એજ રીતે પૂજા કરવી અને નવુ નારિયેર મૂકવુ. જુના નારિયેરનો પ્રસાદ લેવો અને બાકીનો પ્રસાદ વહેંચી દેવો.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે  મોરબીમાં સર્જાયેલી ઝૂલતા પુલની દુર્ઘટનાને લઇને વીરપુરમાં સંત શ્રી જલારામ બાપાની જગ્‍યા દ્વારા શોક વ્‍યક્‍ત કરાયો છે. અને જગ્‍યામાં તેમજ ગામમાં તમામ શણગાર, ડેકોરેશન ઉતારી લેવામાં આવ્‍યું છે અને પૂજ્ય જલારામ બાપાની જગ્‍યામાં એક પણ પ્રકારનો શણગાર રાખવામાં આવ્‍યો નથી. તેમજ દરવર્ષે જલારામ જયંતિની ઉજવણીના ભાગરૂપે સમસ્‍ત ગામજનો દ્વારા યોજાતી પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રા પણ રદ કરવામાં આવી છે. તેમજ ગામમાં ઠેરઠેર પૂજ્‍ય બાપાના જીવન કવન ઉપર બનતી ઝાંખીઓ(ફલોટસ) પણ મુલત્‍વી રાખવામાં આવ્‍યા છે. 
 
પૂજ્ય જલાબાપાની જગ્‍યાના ગાદીપતિ પૂજ્‍ય રઘુરામ બાપા દ્વારા કેક સેલિબ્રેશન નહિ કરવા તેમજ જલારામ જયંતિ સાદાઈથી ઉજવણી કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે સાથે દર્શન કરવા આવતા ભક્‍તોએ પણ જલારામબાપાને પ્રાર્થના કરી હતી કે મોરબીમાં દુર્ઘટનામાં મળત્‍યુ પામેલા લોકોના પરિવારને દુઃખ સહન કરવાની શક્‍તિ આપે તેમજ મળતાત્‍માઓને શાંતી મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

Next Article